________________
સાધન-નિકા ૨૫૩
મને ખાતરી છે કે ચિંતનથી અને ધ્યાનથી ઘણી બધી સેવા થઈ શકે છે. જેટલી સેવા કાર્યથી થાય છે તેનાથી ઘણી ઝાઝી સેવા ચિંતનથી અને ધ્યાનથી થાય છે. . માણસમાં વાસનાનો એવો આવેગ હોય છે કે ન કરવું અશક્યવત્ લાગે છે. એટલે ધૂળ કર્મયોગ લાચારીની વાત છે. પરંતુ જીવનમાં એવી પણ અવસ્થા આવવી જોઈએ જયારે સ્થળ ક્રિયાની જરૂર ન પડે અને સૂક્ષ્મ ભાવ-શક્તિથી કામ થતું રહે. ...ધૂળ કર્મયોગની એક મર્યાદા છે, સીમા છે. ત્યારબાદ એને છોડવો જોઈએ અને સૂક્ષ્મમાં પ્રવેશ કરવો જોઈએ....ક્ષેત્ર જેટલું વ્યાપક તેટલું આપણું કામ ભાવનાત્મક રહેવાનું. ક્ષેત્ર નાનું લઈએ તો કંઈક વિશિષ્ટ સ્થૂળ કાર્ય કરી શકીએ. અમુક જગ્યાએ સફાઈ કરવી હોય તો તે ઝાડુ લઈને થઈ શકે. પરંતુ સ્વચ્છ વિશ્વનું કાર્ય માનસિક હશે. જયાં આપણા પગ હોય તે સ્થાન સારુ શારીરિક કામ અને વિશ્વ સારુ માનસિક કામ. મનમાં ગંદકી ન રાખીએ તો વિશ્વની સ્વચ્છતાનું કામ કર્યું કહેવાય. વિશ્વ સાથે આપણું મન તદ્રુપ બને એ વિશ્વશાંતિનું સર્વોત્તમ સાધન છે. ... મોટા ક્ષેત્રમાં વાણી વધુ અસરકારક અને એનાથીયે વધુ અસર મૌનની. ... વિજ્ઞાનમાં પણ આશુશક્તિનો વિકાસ થયો ત્યારે ખ્યાલમાં આવ્યું કે સ્થૂળ શસ્ત્રો કરતાં સૂક્ષ્મ શસ્ત્રો અધિક પરિણામકારક હોય છે.
વિશ્વશાંતિનું સર્વોત્તમ સાધન છે : આપણા મનને વિશ્વની સાથે તદ્રપ કરવું. કર્મ જેટલું ઓછું થશે અને આત્મિક ભાવપૂર્વકનું ધ્યાન જેટલું વધશે, તેટલું એ કામ સુલભ થશે. ધ્યાનથી ચિત્તને શાંતિ મળે છે, તેવી રીતે સામૂહિક ધ્યાન થાય તો સમૂહના ચિત્તને શાંતિ મળશે. પરંતુ જગત આખાના ઉપદ્રવ શમાવવા હોય તો ધ્યાન કરનાર અત્યંત નિરહંકાર, પરિપૂર્ણ, શૂન્ય હોવો જોઈએ. ... શૂન્યથી જેટલું અંતર રહેશે તેટલી નિષ્પત્તિમાં અનંતતા ઓછી રહેવાની.*
માટે એકાંત અને મૌનસાધનામાં પોતાની સર્વ શક્તિ કેન્દ્રિત કરવાનો આદેશ યસ્થ ગુરુ તરફથી મળે ત્યારે તે ઝીલી લઈ, સાધક, સમાજ તરફ પીઠ વાળીને, વ્યક્તિગત સાધનામાં ખૂંપી જતાં ખચકાવું ન જોઈએ. એ આદેશને અનુસરવામાં સ્વનું અને સમાજનું – બન્નેનું શ્રેષ્ઠ શ્રેય રહેલું છે.
* વિનોબા ભાવે, મહાગુહામાં પ્રવેશ, પ્રથમ આવૃત્તિ, પૃષ્ઠ ૧૩૨-૧૩૭માંથી
સંકલિત. યજ્ઞ પ્રકાશન, હુઝરતપાગા, વડોદરા ૩૯૦ ૦૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org