SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તસ્થર્યની કેડીઓ ૧૬૫ અને વિવિધ રીતે કરાય છે, પણ ચિત્તની એકાગ્રતા હાંસલ કરવા જપ કરવો હોય ત્યારે કોઈ શાંત નીરવ સ્થાનમાં, ધ્યાન માટેના કોઈ પણ આસનમાં સ્થિર થવું. પછી આંખો બંધ કરીને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જપ શરૂ કરવો અને, જાણે બીજાની વાત સાંભળતાં હોઈએ એ પ્રમાણે, જપના ધ્વનિને કાન દઈને સાંભળવામાં ચિત્ત પરોવવું. જપ માટે પોતાને ઇષ્ટ ગમે તે મંત્ર, ઇષ્ટદેવનું નામ કે આત્મજાગૃતિમાં ઉપયોગી એવું કોઈ એકાદ પદ લઈ શકાય. આરંભ વીશ મિનિટ કે અર્ધા કલાકથી કરવો. પછી સમય વધારતા જવું. રોજ નિયમિત કલાક-દોઢ કલાક આ અભ્યાસ થતો રહે તો થોડા વખતમાં, ચિત્તમાં ઊઠતા બીજા વિચારો ઘટતા જઈ, ચિત્ત જપધ્વનિમાં વધુ ને વધુ ઓતપ્રોત થતું જશે. ઉચ્ચારપૂર્વકના જાપમાં ચિત્ત એકાગ્ર થતું જાય એ પછી, મોટેથી ઉચ્ચાર કર્યા વિના--જીભ અને હોઠનું હલનચલન રહે પણ જપનો અવાજ કોઈને ન સંભળાય એ રીતે-જપ કરવો. આ પદ્ધતિ થોડી વધુ એકાગ્રતા માગે છે. તેથી પ્રારંભમાં થોડો વિક્ષેપ અનુભવાશે, પણ એનો અભ્યાસ વધતાં ચિત્ત જપ સાથે જ જોડાયેલું રહેતું થશે. એ પછી, જીભ અને હોઠનું હલનચલન પણ બંધ કરી, માત્ર માનસિક રીતે જપ કરવો. જાણે સામે આલેખાયેલા મંત્રાક્ષરો વાંચતા હોઈએ એ રીતે, બંધ આંખે, કલ્પનાથી અંતશ્ચક્ષુ સામે મંત્રાક્ષરો જોવા પ્રયાસ કરવો. આ અભ્યાસમાં પ્રગતિ થતાં ઘણીવાર સાધકના મનશ્ચ સમક્ષ મંત્રાક્ષરો જાણે તેજ-લીસોટાથી આલેખાયા હોય એટલા સ્પષ્ટ ઉપસી આવે છે, ને તેનું ચિત્ત શાંત થઈ જાય છે; તો કોઈ વાર જપ આપોઆપ બંધ પડી જાય છે. તે વખતે જપ કરવા પ્રયાસ ન કરતાં, ચિત્તની એ ઉપશાંત અવસ્થાને એક પ્રેક્ષકની જેમ નીરખતા રહેવું – એના માત્ર સાક્ષી બની રહેવું. એ એક પ્રકારની બાનાવસ્થા જ છે. બીજી એક પદ્ધતિમાં, મંત્રને શ્વાસોચ્છવાસ સાથે સાંકળી લઈને જપ કરાય છે. તેની એક પ્રચલિત રીત એ છે કે અંદર લેવાતા શ્વાસ સાથે “સ” અને બહાર જતા શ્વાસ સાથે ‘’નો માનસિક જપ ચાલુ રાખવો. એક આસને બેસીને અમુક મર્યાદિત સમયપૂરતો આ અભ્યાસ કરવા ઉપરાંત, સાધક વધુ ઉત્કટપણે સાધના કરવા ઇચ્છતો હોય તો, એ પછી પણ મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy