SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આત્મજ્ઞાન અને સાધનાપથ જ્ઞાનમાર્ગના સમર્થક શ્રી રમણ મહર્ષિએ પણ શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધનાનું સમર્થન કર્યું છે. વાસનાની પ્રબળતાવશ જેમનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં આસક્ત અને સદા વિચારગ્રસ્ત રહેતું હોઈ, ‘આત્મવિચાર’ કે ‘હું કોણ?' ની એમની સાધના-પદ્ધતિને જેઓ અનુસરી શકતા ન હોય તેવા મુમુક્ષુઓને ચિત્તની સ્થિરતા અર્થે, પ્રારંભમાં શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધના તેઓ પણ ચીંધતા." ઉચ્છંખલ ચિત્તને વશમાં આણવા આ પ્રક્રિયા ઘણી અસરકારક છે. છતાં, આ અભ્યાસના પ્રારંભમાં એવું બને કે જરાવારમાં જ ચિત્ત શ્વાસોશ્વાસ પરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય. એથી સાધકે જરાયે અકળાવું નહિ કે ન નિરાશ થવું જયારે પણ ખ્યાલમાં આવે કે ચિત્ત અન્યત્ર ગયું છે કે તરત જ સહજભાવે તેને પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડવું. તેમ છતાં ચિત્ત અન્યત્ર ભટક્યા જ કરે તો પ્રયત્નપૂર્વક થોડા ઊંડા શ્વાસોચ્છવાસ લઈ એની સાથે ચિત્ત જોડવું. થોડીવાર એ પ્રમાણે કર્યા પછી, ચિત્તને ફરી પૂર્વવત્ સહજ-સ્વાભાવિક રીતે ચાલતા શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડવું. શ્રદ્ધા, ધીરજ અને ખંતપૂર્વક થતી સાધના યોગ્ય કાળે એનું પરિણામ અવશ્ય દેખાડશે.* નામસ્મરણ અને જપ જપ દ્વારા પણ ચિત્તને એકાગ્ર કરી શકાય. જપ અનેક હેતુઓ માટે ૫. વપરૂં તનિકૃષ્ટીયાત્ પ્રાણ રોધેન માનવ.. पाशबद्धो यथा जन्तुः तथा चेतो न चेष्टते।। प्राणरोधश्च मनसा प्राणस्य प्रत्यवेक्षणम्। कुम्भकं सिध्यति ह्येवं सतत प्रत्यवेक्षणात्।। – રમણગીતા, અ. ૬, શ્લોક ૩, ૫રમણગીતાસાર, શ્લોક ૧૪, ૧૫. પ્રાપ્તિસ્થાન : શ્રી રમણાશ્રમમ્, તિરુવન્નામલઈ, ૬૦૬૬૦૩-તામિલનાડુ * બાહ્ય વાતાવરણથી સર્વથા વિમુખ રહીને વિપશ્યના-શિબિરોમાં (જુઓ પ્રકરણ આઠમું) રોજના દશ-બાર કલાક આ પ્રક્રિયાનો સાવધાની અને ખતપૂર્વક અભ્યાસ કરતા સાધકોનો અનુભવ સામાન્યત: એ રહ્યો છે કે આનાપાનના પ્રથમના બે દિવસના અભ્યાસ પછી ચિત્તની ચંચળતા ઘટે છે અને ચિત્ત શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં વધુ ને વધુ પરોવાતું જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy