________________
૮૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
આથી જ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ગ્રંથના કર્તા તત્ત્વજ્ઞ આચાર્ય મુનિસુંદરસૂરિજી મુમુક્ષુને અનુરોધ કરે છે કે,
દેવ, ગુરુ અને ધર્મ-એ તત્ત્વત્રયીમાં ગુરુ કેન્દ્રમાં છે; ગુરુ ખોટા પકડાય તો, ગુરુના આદેશ-ઉપદેશ પ્રમાણે થતી સર્વ ધર્મારાધના ખોટી રીતે થાય. આ કારણે, ગુરુ તરીકેની પાત્રતાની ખાતરી કર્યા વિના ગમે તેને ગુરુસ્થાને સ્વીકારી લેનાર વ્યક્તિનો ધર્મસાધનાનો ભારે ઉદ્યમ પણ વ્યર્થ જાય છે. એવા આત્માઓની સ્થિતિ ઊંટવૈદ્યની સારવાર લઈ રહેલ રોગી જેવી છે; એ આત્માઓ વિષમ ભવસાગર કેમ તરી શકે? માટે શ્રેયાર્થીએ દૃષ્ટિરાગને તિલાંજલિ આપી દઇને, અંતર્મુખ, ઉપશાંત, સંયત, નિરીહકંચન-કામિની કે કીતિ આદિની સ્પૃહા વિનાના-આત્મજ્ઞ ગુરુ ધારવા જોઈએ.”
મોક્ષમાર્ગે નિશ્ચિત પ્રગતિ અર્થે, મુમુક્ષુને સદ્ગુરુનો યોગ થવો એ પહેલી શરત છે. આત્મનિષ્ઠ સદ્ગુરુનો યોગ થતાં, યોગ ક્રિયા અને ફળ-એ ત્રિવિધ અવંચકયોગ નિષ્પન્ન થાય છે. સત્પુરુષનો યોગ અને તે સાથે તેમની સાચી ઓળખ હોય એટલે ગુરુનો આદર-સત્કાર-સેવા-શુશ્રૂષારૂપ ક્રિયા તો થવાની જ અને, એના પરિપાકરૂપે, કાળક્રમે-મોડું વહેલું-સદ્ધર્મની પ્રાપ્તિ/સમ્યગ્દર્શનની પ્રાપ્તિ રૂપ ફળ પણ આવવાનું. બરાબર નિશાન લઈને છોડેલું તીર લક્ષ્યની દિશામાં જ આગળ વધતું રહી લક્ષ્યને અવશ્ય વીંધે છે તેમ, આત્મજ્ઞ સદ્ગુરુ સાથેના સંપર્ક/સહવાસથી નિષ્ઠાવાન મુમુક્ષુની ધર્મસાધના સદા લક્ષ્યની દિશામાં જ પ્રવાહિત રહી તેને લક્ષ્યની પ્રાપ્તિ સુધી અવશ્ય દોરી જાય છે.'
૧૦
• બીજી યોગદૃષ્ટિ
—
સત્સંગ, સદાચારમાં પ્રવૃત્તિ અને શ્રવણ-વાચન કરતાં કરતાં મુમુક્ષુના અંતરમાં તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે; ત્યારે માત્ર શ્રવણ-વાચનથી સંતોષ ન માનતાં, મોક્ષમાર્ગનું હાર્દ પામવા માટે તે સ્વયં ચિંતન-મનન કરે છે. પહેલી યોગદૃષ્ટિમાં
૯. અધ્યાત્મકલ્પદ્રુમ, અ. ૧૨, શ્લોક ૧, ૨, ૫.
૧૦. વિશતિવિશિકા, વિશિકા ૫, ગાથા ૧-૫; યોગદૃષ્ટિ., શ્લોક ૨૧૯-૨૨૧. ૧૧. યોગદૃષ્ટિ, શ્લોક ૩૩-૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org