________________
પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૭ આભાને બાહ્ય વેશથી નિરપેક્ષપણે, અર્થાત્ તેમનાં બાહ્ય લિંગ-વેશાદિ ગમે તે હોય તોય, ઓળખી લે છે.
રયામાંથી એ ફલિત થાય છે કે મમક્ષ પોતાનાથી અન્ય મત-પંથ-વેશમાં રહેલ આત્મજ્ઞ સત્પરુષોને ‘સત્પષ' તરીકે ઓળખી ન શકતો હોય કે એમના પ્રત્યે એને આદરભાવ ન જાગતો હોય તો એની એ ક્ષતિ એ વાત છતી કરી દે છે અને યોગાવંચકપણું પ્રાપ્ત થયું નથી; બીજા શબ્દોમાં કહીએ તો તે પહેલી યોગદષ્ટિમાં પણ આવ્યો નથી! આ કટુ તથ્ય પ્રત્યે મુમુક્ષુ શાહમૃગીયવૃત્તિ રાખી ન શકે. મુમુક્ષુએ આત્મનિરિક્ષણ કરવું જોઈએ કે દષ્ટિરાગના ઘેનમાં તે મુક્તિપથના પ્રવેશદ્વારથી દૂર તો નથી ફંટાઈ રહ્યો
આત્મિક ગુણસંપત્તિના બદલે કેવળ બાહ્ય ચર્યા કે લિંગ-વેશમાં જ ધાર્મિકતા કે સંતપણું જોનાર આત્માઓ, અન્ય મતપંથ-સંપ્રદાયના ગુણીજનો કે સંતપુરુષોમાં સાચી આધ્યાત્મિકતાના પરિચાયક ગુણો હોવા છતાં, માત્ર તેમના લિંગ-વેશ કે બાહ્ય ચર્યા પોતાના મત-પંથ-સંપ્રદાયથી ભિન હોવાને કારણે, તેમનું સાચું હીર પારખી શકતા નથી. આથી, તેમનો ઉચિત આદર-સત્કાર કરવાનું તો બાજુએ રહ્યું, તે એમનો અનાદર અને વખતે અવહેલના કે ઉપહાસ પણ કરી બેસે છે. સ્વપક્ષમાં રહેલ સારા-નરસા સૌ સંસારત્યાગીઓને તે ‘સગુરુ’ માની ભજે છે અને અન્ય ધર્મ-મતના સાચા સંતો અને જ્ઞાનીજનોનેય તે કુગુરુ’ ‘મિબાદષ્ટિ', ‘નાસ્તિક', “કાફર' આદિ કહી ઉખે છે. આમ અજ્ઞાન આત્માઓ સાંપ્રદાયિકતામાં અટવાઈ, પોતાના પંથની છાપ નીચે ચાલતા પાંખડના પગ પખાળ્યા કરે છે અને અન્યત્ર રહેલ સાચી ધાર્મિકતાનો અનાદર અને પ્રસંગે હાંસી, ઉપહાસ કે અવહેલના પણ કરી બેસે છે ને તેના દ્વારા ભવભ્રમણ વધારતા રહે છે. ભલેને એ ભૂલ અજ્ઞાનથી થતી હોય, તોયે એનો દંડ અવશ્ય થાય છે– Nature does not pardon ignorance.* ૭. એજન, શ્લોક ૩૫, ૩૬. ૮. (i) યોગદષ્ટિ, શ્લોક ૧૩૪-૧૪૨;
(i) દ્વાત્રિશત્ દ્વત્રિશિકા, તા. ૨૩, શ્લોક ૨૯ ટીકા. * લેખકકૃત ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું?' ગ્રંથના બીજા પ્રકરણ : ‘લિંગ-વેશનું કામ ન સીઝ' માંથી ઉદ્ભૂત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org