SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આત્મજ્ઞાન અને સાધનાપથ ઘૂમરાવા લાગે છે અને તે ધર્મારાધના તરફ વળે છે. ઓઘષ્ટિમાં રહેલ વ્યક્તિ ધર્મપ્રવૃત્તિ કરે તોયે એનું લક્ષ્ય તો સંસારને લીલોછમ રાખવાનું જ હોય છે; જ્યારે અહીં ધર્મપ્રવૃત્તિ દ્વારા મુક્તિ સિવાય અન્ય કશું મેળવી લેવાની કામના શ્રેયાર્થીના અંતરમાં રહેતી નથી. પ્રથમ યોગદૃષ્ટિમાં રહેલ આત્માને ભવભ્રમણનો થાક વરતાતો હોવાથી, ભવનો અંત કેમ આવી શકે એ જિજ્ઞાસા તેને થાય છે. આથી, સંતોનાં જીવનચરિત્રોનું, કથાનકોનું, ઉપદેશગ્રંથોનું તેમજ યોગસાધકોના જીવનપ્રસંગો આદિનું તે રસપૂર્વક શ્રવણ-વાચન કરે છે તેમજ એવા સાહિત્યના લેખનપ્રકાશનમાં ઉમંગપૂર્વક સહયોગ આપે છે, ખૂબ જ રસ અને ઉત્કંઠાપૂર્વક ગુરુ પાસેથી ઉપદેશ સાંભળે છે, અને, સાધનાપથના પ્રવાસી મહાત્માઓની વિશુદ્ધ ભાવથી સેવા-ભક્તિ-શુશ્રુષા કરે છે. આ દૃષ્ટિમાં રહેલ મુમુક્ષુ દ્રવ્ય-આચાર્ય અને ભાવ-આચાર્ય – અર્થાત્ ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના વેશધારી કુળગુરુઓ અને આત્મજ્ઞ સંતો-ને આંતરસૂઝ વડે ઓળખી લે છે. ફલત: એવા વેશધારી કુળગુરુઓથી વિમુખ રહી, લિંગ-વેશ કે મત-પંથથી નિરપેક્ષપણે સાચા સંતોનાં વિનય-બહુમાન-સેવામાં તે ઉલ્લાસ અનુભવે છે." ૬ ઓઘદષ્ટિમાંથી જીવ યોગદષ્ટિમાં આવેલ ત્યારે જ મનાય છે કે જ્યારે સત્પુરુષ સાથે ‘આ સત્પુરુષ છે’ એવી ઓળખપૂર્વકનો યોગ તેને થાય. સત્પુરુષ સાથેના આવા સમાગમને શાસ્ત્રીય પરિભાષામાં ‘યોગાવંચકપાસું’ કહે છે. મુક્તિપથનું એ પ્રવેશદ્રાર છે. સ્વમતમાં રહેલ કે અન્ય મત-પંથમાં રહેલ આત્મજ્ઞાની સંતોને વ્યક્તિ ઓળખી ન શકે તે એ સૂચવે છે કે તેની દૃષ્ટિ ઉપરથી મોહનું/દષ્ટિરાગનું પડળ હજુ ખસ્યું નથી; અને, તેનો ભાવમળ ઘટયો નથી-પારમાર્થિક મોક્ષમાર્ગમાં પ્રવેશ અર્થે જરૂરી ચિત્તશુદ્ધિ થઈ નથી. જેની નજર સારી હોય તે જેમ બાહ્ય રૂપને બરાબર પારખી શકે છે તેમ જેનો ભાવમળ ઘટયો હોય તે પોતાની આંતરસૂઝ વડે સાચા સંતોના આચાર-ઉચ્ચારમાં છતી થતી તેમના આત્મિક ઓજસની અભય, અદ્વેષ, અખેદની ૪. એજન, શ્લોક ૨૫. ૫. એજન, શ્લોક ૨૬; દ્રાત્રિશત્ દ્રાત્રિશિકા, દ્રા. ૨૧, શ્લોક ૧૩ ટીકા. ૬. યોગદૃષ્ટિ, શ્લોક ૩૩ અને ૨૧૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy