SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વ: સાધનાનો રાજપથ ૧૪૧ – ‘વ્યવહારની વ્યાપક વ્યાખ્યા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું એ આપણું લક્ષ્ય છે. એ લક્ષ્યની સિદ્ધિ અર્થે સુવિચારિત અને સુનિશ્ચિત એવા વિવિધ ઉપાયોને પોતાની વિકાસભૂમિકા મુજબ યથાશક્તિ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન-practiceતે વ્યવહાર, આચાર કે ક્રિયા. જરા વિસ્તારથી અને વ્યાપક અર્થમાં કહીએ તો, ૧. પરમાત્મા પ્રત્યે પ્રેમ ભક્તિ, ૨. જીવજગત પ્રત્યે આત્મીયતાભરી સહાનુભૂતિ, ૩. ભૌતિક જગત પ્રત્યે વિરક્તિ, ૪. દેહ-મનના ક્ષણિક પર્યાયોથી પર પોતાના અવિનાશી, શાશ્વત, સ્વરૂપનું અનુસંધાન આ કાર્ય જેનાથી સધાતું હોય કે વધુ દઢ થતું હોય તેવી વૃત્તિ-પ્રવૃત્તિ અને જીવનપદ્ધતિ એ મોક્ષમાર્ગનો વ્યવહાર છે; નહિ કે માત્ર અમુક મતપંથનિર્દિષ્ટ કર્મકાંડ જ. જે અનુષ્ઠાનથી, વિચાર-વર્તનથી અને જીવનપદ્ધતિથી ઉપર્યુક્ત ભાવોનું પોષણ થતું હોય તે બધું મોક્ષમાર્ગના “વ્યવહારનું અંગભૂત બને. એવું નથી કે મુક્તિ અમુક મત-પંથે બતાવેલ ક્રિયાકાંડને જ વરેલી છે. ભિન્ન ભિન્ન મત-પંથોના બાહ્ય આચાર અને ક્રિયાકાંડનું માળખું ભલે જુદું હોય પણ, તેમાં ઉપર્યુક્ત સમાન આંતરતત્ત્વ જેટલા અંશે હોય અને એનાથી વિરુદ્ધના વિચાર-વર્તનથી જેટલું દૂર રહેવાતું હોય, તેટલા અંશે, તે અનુષ્ઠાનો મુક્તિસાધનામાં સહયોગી બની શકે છે. – મુક્તિનો ઇજારો, ન કોઈ મત-પંથનો કે ન કોઈ કર્મકાંડનો અમુક મત-પંથના ક્રિયાકાંડને અનુસરનારનો જ મોક્ષ થાય એવું માનનાર સમક્ષ એક નવી ગૂંચ ઊભી થશે. કોઈ એક જ ધર્મ-મતના અનુયાયીઓ પણ તે ધર્મ-મતના અનેક પેટાભેદોમાં વહેંચાયેલા હોય છે, અને તે દરેકના ક્રિયાકાંડ અમુક બાબતોમાં એકબીજાથી જુદા પડતા હોય છે, તેથી એક વિવાદ ઊભો થાય છે કે તે એક જ ધર્મ કે એક જ મતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy