SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર આત્મજ્ઞાન અને સાધનાપથ ત્યાગી સાધકો એકત્ર મળી એકાંત સ્થાનમાં મહિનો-બે મહિના કે છ-બાર મહિના સાધનાનો પ્રયોગ કરી શકે એવાં કેન્દ્રો ઊભાં કરવાં જોઈએ. સમત્વ સાથે ધ્યાન અને કાયોત્સર્ગનો જે સંબંધ છે તે પ્રયોગ વડે પ્રસ્થાપિત થાય એ આજના યુગની માગ છે. સમભાવની વૃદ્ધિ થતી રહે એવી સામાયિકની કે કાઉસગ્ગની પ્રક્રિયા આજે આપણે બતાવી શકીશું તો આજનો અશાંતિગ્રસ્ત ત્રસ્ત માનવ એ સામાયિકધર્મને શરણે દોડ્યો આવશે; અને, એવા સામાયિકધર્મની આજીવન સાધનામાં રત સાધુસંસ્થા પ્રત્યે અને જૈન સાધના પ્રત્યે લોકલ્દયમાં અનેરો આદર જામશે– પછી ભલેને કોઈ એની વિરુદ્ધ ગમે તેવી વિકૃત રજૂઆત કા ન કરે. આજે આપણા કેટલાક ત્યાગીઓ અને આરાધકો ચિંતિત છે કે, “પચીસસોમાં નિર્વાણ-કલ્યાણકની ઉજવણી નિમિત્તે આવતા વર્ષે થનાર કાર્યક્રમોના અનુસંધાનમાં અનધિકૃત કલમો અને જવાનો ભગવાન મહાવીરના જીવનવૃત્તાંતને અને ઉપદેશને વિકૃત કરી નાખશે અને તેના પરિણામે જૈન શાસનનું અસ્તિત્વ ભયમાં મુકાઈ જવાનું!” આ વાત સાંભળતાં, મારા સ્મૃતિપટ પર વીજળીના દીવાની તવારીખનો એક પ્રસંગ ઝબકી જાય છે : એક રસૈકા પૂર્વે એડીસને વીજળીનો દીવો શોધો. ઇંગ્લેન્ડમાં એ સમયે ગૅસના દીવા પ્રચલિત હતા. વીજળીના દીવાની શોધના, અને ઘરોને અને રસ્તાઓને અજવાળવા માટે તેનો વ્યવહારુ ઉપયોગ શક્ય બન્યો હોવાના સમાચાર બ્રિટનના ગૅસઉદ્યોગમાં અને શેરબજારમાં એટલી મોટી ઊથલપાથલ મચાવી દીધી કે એનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો, બ્રિટિશ પાર્લમેન્ટ વીજળીના દીવાની શકયતા અંગે નિષ્ણાત વિજ્ઞાનીઓની એક સમિતિ નીમી. એ સમિતિએ બે મહિના પછી અહેવાલ આપ્યો કે વીજળીના દીવા થઈ શકે જ નહીં! આ બન્યું ઈ. સ. ૧૮૭૮માં. પણ એ પછી એક વર્ષની અંદર જ–સને ૧૮૭૯માં-એડીસને અમેરિકાના મેનલોપાર્ક નામના શહેરને વીજળીથી ઝળહળતું કર્યું. બ્રિટનના વૈજ્ઞાનિકો હજુ પણ કહી રહ્યા હતા કે બ્રિટનની સડકો પર વીજળીનો પ્રકાશ શક્ય જ નથી, કુદરતના નિયમોથી એ વિરુદ્ધ છે, જનરેટરમાંથી ઘર સુધી વીજળી પહોચે જ શી રીતે? વળી, વીજળીના ગોળા જોખમી છે, જનરેટર જે વીજળી ઉત્પન્ન કરે તેનું પ્રમાણ વધતાં ગોળાના તાર બળી જશે. કિંતુ, વીજળીના દીવાથી ઝળહળતું થયેલું, મેનલોપાર્ક શહેર ત્રણ હજાર માણસોને એડીસને દેખાડયું. બ્રિટનમાં શેરોના ભાવ ગગડવા લાગ્યા, અને ગૅરબજાર એક મહિના સુધી બંધ કરી દેવાં પડ્યાં! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy