________________
પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય / ૧૫૧ અપાવું જોઈએ. સાધનાનાં રહસ્ય પ્રયોગના અભાવે ઢંકાયા પડ્યાં છે, તેને બહાર લાવવા સાધનાના પ્રયોગો થવા જોઈએ-જેમ વૈજ્ઞાનિકો કરે છે તેમ. આપણને પ્રાપ્ત માહિતી અને તેના આધારે દેખાતી શકયતાઓને સામે રાખી પ્રયોગો થાય તો, ઇલેક્ટ્રિસિટી, રેડિયો, ટેલિવિઝન આદિ વૈજ્ઞાનિક શોધો અને આવિષ્કારોની જેમ, અધ્યાત્મમાર્ગનાં ઉપેક્ષિત તો પણ સમાજમાં શીધ્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે. આજના યુગમાં – અને વિશેષ કરીને નવી પેઢીને –ધર્મનું અને સંયમજીવનનું માહામ્ય માત્ર શાસ્ત્રવચનો ટાંકીને કે પારિભાષિક શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યાઓ આપીને નહિ ઠસાવી શકાય; શ્રમણોએ પોતાના જીવન દ્વારા એ પ્રતીતિ કરાવવી રહી.
વ્યવહારની કસોટીએ ન ચડેલો ઉપદેશ વિજ્ઞાનની બોલબાલામાં ઉછરેલી યુવા પેઢીના માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કરવામાં વિફળ રહે છે. આજની બુદ્ધિપ્રધાન યુવા પેઢીને ધર્મની રુચિ કે ભૂખ નથી એવું નથી. પણ ગોખેલો ઉપદેશ, અહં-મમપ્રેરિત ક્ષુલ્લક વાદવિવાદો અને ચિત્તશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિમાં ન પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડોમાં એને રસ રહ્યો નથી. એનાથી એના માનસનું સમાધાન નથી થતું, ત્યારે એ આધ્યાત્મિક શાંતિ માટેની પોતાની ભૂખ સંતોષવા અન્યત્ર ફાંફા મારે છે. તે જાતે ચિત્તશુદ્ધિનો અને સમતાનો અનુભવ કરી શકે એવી પ્રક્રિયા તે શોધે છે. તે એને આપણે આપીશું તો એની ઝંખના સંતોષાશે ને એ ધર્મમાર્ગ તરફ તે સ્વયં ખેંચાશે. આત્મતત્વનો સ્પર્શ કરાવી આપતી સાધનાપ્રક્રિયા પ્રયોગાત્મક રીતે એની સામે આપણે ધરીશું તો તે ઉત્સાહભેર એને અપનાવશે.
એક વર્ષનો ચારિત્રપર્યાય થતાં મુનિ ઉચ્ચતમ–અનુત્તરદેવોના પ્રશમ સુખને પણ ટપી જાય છે', એવું શાસ્ત્રવચન સાંભળીને આજના બુદ્ધિજીવી માનસને સંતોષ થતો નથી; એની આગળ એ શાસ્ત્રવચનો રટયે રાખવાથી કોઈ અર્થ સરતો નથી. એ તો પ્રશ્ન કરશે : “આજે સ્થિતિ શી છે?” ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખનો કોઈ અનુપાત ratio વર્તમાન મુનિજીવન માટે આપી શકાય તેવું આજે રહ્યું નથી એની સખેદ નોધ લઈ ત્યાગીવર્ગે અને સંધનાયકોએ ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખની વૃદ્ધિ લાવનાર કયું તત્ત્વ વર્તમાન મુનિજીવનમાં ખૂટે છે, તે શોધી કાઢવા આત્મનિરીક્ષણ કરી, તે તત્વની પૂર્તિ કઈ રીતે કરી શકાય તે અંગે સંશોધન કરવાની આ ઘડી છે. મહાવીર નિર્વાણની પચીસમી શતાબ્દીની પૂર્ણાહુતિની ઉજવણીના અનુસંધાનમાં આ સંશોધનના શ્રીગણેશ થઈ જવા ઘટે; અને તે માટે, ધ્યાનાદિ અંતરંગ સાધનામાં રુચિ ધરાવતા ગૃહસ્થ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org