________________
૧૫૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કંઈ પીડા હોય તે પણ, આવી કોઈ રસમય પ્રવૃત્તિમાં આપણે પરોવાઈએ છીએ ત્યારે વિસારે પડી જાય છે એવું ઘણી વાર નથી બનતું? તેમ ધ્યાનાદિ અંતરંગ સાધનાના બળે જયારે ચિત્ત આત્મામાં લીન થાય છે ત્યારે બહાર શરીરને શું થઈ રહ્યું છે એનો બોધ આત્મલીન સાધકને હોતો નથી. આ રીતે જ પૂર્વ મહાપુરુષોએ સમભાવે ઉપસર્ગો પાર કર્યા છે (- જુઓ અધ્યાત્મસાર, સમતાધિકાર, શ્લોક ૯-૧૦). ભગવાને દારુણ ઉપસર્ગો સમભાવે પાર કર્યા એની પાછળ પણ, ધ્યાનાદિ અંતરંગ સાધના વડે એમને પ્રાપ્ત થયેલ સમત્વ અને અંતર્મુખતાનો મુખ્ય ફાળો હતો – એ વાત જે ઉપદેશકોના ધ્યાન બહાર રહેતી હોય તો શ્રોતાજનો સુધી તો એ પહોચે જ શી રીતે?
આના ફળસ્વરૂપે, સામાન્ય જનસમૂહનું અને આરાધક વર્ગના પણ મોટાભાગનું લક્ષ માત્ર બાહ્ય તપ, ત્યાગ અને તિતિક્ષા ઉપર જ કેન્દ્રિત રહે છે, એના અંતરમાં ભગવાનની જેમ ઉગ્ર તપશ્ચર્યા અને પરીષહ-ઉપસર્ગ સહન કરવાના મનોરથો જાગે છે; કિંતુ, કેવળ સહનશક્તિ અને ઇચ્છાશક્તિના જોરે જ નહિ પણ ઊંડી અંતર્મુખતાના કારણે જ ઉપસર્ગો અને પરીષહોને સમભાવે પાર કરી જવાય છે એ તથથી અજાણ હોવાના કારણે, પરની ચિંતા મૂકી દઈ પ્રભુની જેમ ધ્યાનાદિ અંતરંગ સાધનામાં ડૂબકી લગાવવાના કોડ એને થતા નથી. પણ હવે, એ વાત પ્રત્યે એનું લક્ષ ખેઆ વિના ચાલશે નહિ.
લુપ્તપ્રાય: બની ચૂકેલ ધ્યાન અને કાયોત્સર્ગની સાધનાનો પુનરુદ્ધાર કરવા આજે પ્રાયોગિક ધોરણે એ અંગે સંશોધન થાય, એ આવશ્યક છે. હાલ મને એક વિચાર આવે છે કે ભગવાને સાડાબાર વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં વસી, ધ્યાન અને કાઉસગ્ગની સાધના કરી છે તેમ આપણા ત્યાગી વર્ગમાંથી પચીસ-પચાસ પ્રબુદ્ધ વ્યક્તિઓ (- મૂર્તિપૂજક શ્રમણ સંઘનો માત્ર એક ટકો), આગામી પચીસસોમાં નિર્વાણકલ્યાણકની ઉજવણીના વર્ષમાં, કોઈક ઠેકાણે એકાંત અને મનપૂર્વક ધ્યાનાભ્યાસ કરે એવું કંઈક આયોજન થવું ઘટે. સંઘમાંની પોતાની અન્ય પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના કારણે જેઓ ધ્યાન-સાધનાના પ્રયોગ માટે આગામી આખું વર્ષ નિવૃત્તિ લઈ ન શકે એવા પ્રવૃત્તિશીલ મુનિઓ અને ધર્મનાયકો પણ, છેવટે, સાડાબાર અઠવાડિયાં–ભગવાનની સાડાબાર વર્ષની મૌન સાધનાના પ્રતીકરૂપે-ધ્યાનાભ્યાસના આ પ્રયોગ માટે ફાળવે.
માત્ર શાસ્ત્રાધ્યયન, ચિંતન-મનન અને સાહિત્ય-સર્જન કે ઉપદેશથી ત્યાગીવર્ગે આજે સંતોષ માનવો પરવડે તેમ નથી; સાધનાને હવે પ્રાયોગિક રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org