________________
પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૪૯ શું ઉપદેશદાન-સમજવું અને સમજાવવું- એટલી જ એની જવાબદારી છે? સાધનાને વરેલું એનું જીવન છે; સાધના જ એનું જીવન છે. આ અવસરે એને કંઈક વિશેષ સાધના કરવાનો ઉમળકો જાગવાનો. ‘જગતને સુધારવાનો કોઈ પ્રયાસ ન કરતાં, પહેલાં સાડાબાર વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં, ધ્યાન અને કાયોત્સર્ગની સાધના દ્વારા પોતાની જાતને પૂર્ણ શુદ્ધ કરવાના પ્રયાસમાં ડૂબી જનાર એ મહાસાધકને-મોક્ષમાર્ગના એ સારથિને-સાધના દ્વારા જ યોગ્ય અંજલિ આપી શકાય’–એવો ભાવ સંસારત્યાગી સાધકોના અંતરમાં ઊઠે એ સહજ પણ છે. આ ટાંકણે આ પૃષ્ઠો સાધના અંગે અંગુલિનિર્દેશરૂપ બની શકે ખરાં? સાડાબાર વર્ષની સાધનામાં ભગવાને શું કર્યું? દિવસો, પખવાડિયાં અને કેટલીક વાર તો લાગલગટ મહિનાઓ સુધી આહારનો ત્યાગ કરી ભગવાને બાકીના સમયમાં કર્યું શું? ભગવાનની સાધના માત્ર ત્યાગ, તિતિક્ષા અને ઉપવાસમાં સીમિત નહોતી રહી. જ્ઞાનથી રસાયેલ ત્યાગ, તિતિક્ષા, ઉપવાસ ઉપરાંત એકાંત, મન, ધ્યાન અને કાઉસગ્ન-કાયોત્સર્ગ ભગવાનની સાધનાનાં મુખ્ય અંગો હતાં. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ–ત્યાગ; અર્થાત્ ધ્યાનાદિ દ્વારા દેહાત્મભાવથી પર જવું/દેહાત્મભાવથી પર રહેવું એ ભગવાનની સાધનાનું કેન્દ્ર હતું. એટલે સાધના દ્વારા ભગવાન મહાવીરદેવને અંજલિ આપવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વિશ્વવત્સલ ભગવાન મહાવીરદેવે સ્વયં આચરેલી અને શ્રમણ સંઘમાં પ્રવર્તાવેલી એ સાધનાને સંઘમાં પુન: પ્રચલિત કરવાનો કંઈક પ્રયાસ કરવો.
સાડાબાર વર્ષની ઉગ્ર સાધનામાં એ અપ્રમત્ત સાધકે કેટલો અને કયો બાહ્ય તપ કર્યો તેની વાત આપણે હોંશે હોંશે કરીએ છીએ, પણ દિવસો, ૫ખવાડિયાં અને મહિનાઓ સુધી આહારનો ત્યાગ કરીને, એ સમય દરમ્યાન ભગવાને અપ્રમત્તભાવે અંતરમાં જે ડૂબકી લગાવી તેની વાત આપણે કરતા નથી–કોઈ વાર કદાચ કરીએ તોપણ શૂન્યમનસ્કપણે. એટલે ભગવાને ઘોર ઉપસર્ગો સહન કર્યા એની વાતો કરીએ ત્યારે પણ ભગવાનની પ્રબળ ઇચ્છાશક્તિ કે સહનશક્તિ જ આપણી આંખ સામે તરવરે છે, એમની ઊંડી અંતર્મુખતા–આત્મલીનતા નહિ પરંતુ હકીકત એ છે કે પરીષહ, ઉપસર્નાદિ બાહ્ય વિષમ પરિસ્થિતિઓ, ઊડી અંતર્મુખતા કે આત્મલીનવત્તિના બળે, સહજ રીતે, સમભાવે પાર કરી શકાય છે. આપણ સૌનો અનુભવ છે કે આપણે કોઈની સાથે રસમય વાતચીતમાં તલ્લીન હોઈએ છીએ ત્યારે આજુબાજુ ચાલી રહેલ અન્ય પ્રવૃત્તિ કે વાતચીત પ્રત્યે આપણે સાવ બધિર બની જઈએ છીએ. આપણા માથા ઉપર ટીંગાતા ઘડિયાળના ટકોરા પણ આપણને તે સમયે સંભળાતા નથી! એ જ રીતે, શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org