________________
૧૪૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ કરુણા, અપરિગ્રહવૃત્તિ અને અનેકાંતદષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ અને જ્ઞાનદૃષ્ટિથી રસાયેલ ત્યાગ, તપ, ધ્યાન અને કાયોત્સર્ગમય અંતર્મુખ સાધના : આ છે પારમાર્થિક શ્રી જિનશાસન; અને આ સગુણો, જીવનમૂલ્યો અને સાધનાની સામાજિક તેમજ વ્યક્તિગત જીવનમાં વિશ્વવ્યાપક પ્રતિષ્ઠા – રુચિ, આદર-સત્કાર, સ્વીકાર અને આચરણ – એ છે શ્રી જિનશાસનનો અભુદય.
રૂચિ, આદર-સત્કાર, સ્વીકાર અને આચરણ – આ ક્રમ છે ધર્મપ્રાપ્તિનો. આથી, ભગવાનના નિર્વાણ-કલ્યાણકની પચીસ શતાબ્દીની પૂર્ણાહુતિનો આગામી મહોત્સવ એ ભગવાન મહાવીરના અનુયાયીઓ માટે જ માત્ર નહિ પણ આધ્યાત્મિકતા પ્રત્યે કંઇક પણ રૂચિ ધરાવતી હરેક વ્યક્તિ માટે પણ, પોતાની એ ઊર્મિ વ્યક્ત કરવાનો, એક મહત્ત્વનો અવસર બની રહે એ સ્વાભાવિક છે. એટલે પ્રભુ વીરને, તેમણે ઉપદેશેલ તત્ત્વજ્ઞાનને અને તેમણે ચીંધેલ સાધનામાર્ગને આસ્થા અને આદરથી જોનાર વ્યક્તિઓ પોતપોતાની સમજ-સૂઝ અને સાધનશક્તિ અનુસાર પોતાના એ અહોભાવને આ અવસરે વ્યક્ત કરીને, ભગવાન મહાવીરદેવને પોતાની શ્રદ્ધાંજલિ સમર્પવા ઉત્સુક જણાય છે. સાહિત્યકારો પ્રભુનું આંતર-બાહ્ય વ્યક્તિત્વ, સાધના, ઉપદેશ, તત્ત્વજ્ઞાન અને તેમણે પ્રવર્તાવેલ ધર્મતીર્થનો જૈનસંઘનો જગતને કંઈક પરિચય મળે એ માટે ગદ્ય-પદ્ય રચનાના-લેખો, કાવ્યો, ગ્રંથો આદિના-લેખન-પ્રકાશનની તૈયારીમાં ગૂંથાયા છે; ચિત્રકારોએ પોતાની પીંછીથી ભગવાનનું જીવન તાદશ કરવાનો પ્રયાસ કર્યો છે; તત્ત્વચિંતકો ભગવાનના ઉપદેશનું રહસ્ય-વીરપ્રભુએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાનનું હાર્દ અને સાધનાનો મર્મ – ફુટ કરતાં પોતાનાં ચિતનો વિશ્વ સમક્ષ મૂકીને કૃતજ્ઞતા વ્યક્ત કરશે; વક્તાઓ-ઉપદેશકો પોતાની વાકછટાથી વધુમાં વધુ જનસમૂહ સુધી પ્રભુનો સંદેશો પહોંચાડવા આતુર છે; સામાજિક કાર્યકરો સમાજનું દુ:ખ હળવું થાય એવી પ્રવૃત્તિઓને વેગવાન બનાવી પ્રભુની કરુણાનેઅનુકંપાને અંજલિ આપવા ઉત્સુક છે; શિક્ષણકારો અનેકાંતષ્ટિ, અહિંસા અને અપરિગ્રહવૃત્તિના આદર્શોની વાત સમાજ આગળ મૂકીને ભગવાનની જીવનદૃષ્ટિ પ્રત્યેની પોતાની મમતા વ્યક્ત કરશે. આમ, સૌ પોતપોતાની રીતે ભગવાન પ્રત્યેના પોતાના આદર અને સ્નેહ વ્યક્ત કરવા ઉત્સુક જણાય છે. ભગવાને ચીંધેલ અહિંસાદિ પ્રત્યે આદર હોવાનાં કોઈ એંધાણ જેની વર્તમાન રાજનીતિમાં જોવા મળતાં નથી તે ભારત સરકારે પણ “ભારતભૂમિના એ પનોતા પુત્રને અંજલિ અર્પવાની યોજનાઓ ઘડી છે; ત્યારે સંયમમાર્ગનો સ્વીકાર કરીને, પ્રભુએ ચીંધેલ આત્મસાધનાને જ જેણે જીવન સમપ્યું છે, તે ત્યાગીવર્ગ ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિને કઈ રીતે વાચા આપે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org