________________
પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૫૩
તે સમયના નિષ્ણાત ગણાતા વૈજ્ઞાનિકોના આવા વિરુદ્ધ અભિપ્રાય પણ વીજળીના દીવાને સર્વમાન્ય બનતાં ન રોકી શકયા. આજે વીજળીનો દીવો જ માત્ર નહિ, પણ થોડા દાયકાઓ પૂર્વે જેની સંભાવના પણ હસી કાઢવામાં આવત એવા ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, ટેપરેકોર્ડર વગેરે અનેકાનેક આવિષ્કારો પ્રજાજીવનમાં વણાઈ ગયા છે. એની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે? વૈજ્ઞાનિકો પોતાની સામે આવેલ કોઈ નવી વાતને પ્રયોગશાળામાં પ્રયોગના આધારે ચકાસે છે; અને પછી એનો ઉપયોગ વ્યવહારમાં કરી દેખાડે છે. પરિણામે કેટલાંયે ઉપેક્ષિત કે અજ્ઞાત તો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પછી એના સામે વિરોધી પ્રચાર ટકી શકતો નથી. તેમ આપણે સાધનાને પ્રાયોગિક રૂપ આપી, એનું સારતત્ત્વ, વિજ્ઞાનની શૈલીએ, જગત સમક્ષ મૂકી શકીએ તો પરમાત્મા મહાવીરદેવ વિશે કે એમણે ચીંધેલી સાધનાપદ્ધતિ વિશે કોઈ શું કહે છે કે શું કહેશે એનો ભય સેવીને સદા ફફડતા રહેવાની જરૂર નહિ રહે. અનેક બાહ્ય આક્રમણો અને આઘાતો સામે ટક્કર ઝીલી જે સંસ્થાએ પચીસ સદીઓ હેમખેમ પસાર કરી પોતાના અસ્તિત્વ અને વૈશિષ્ટથને જાળવી રાખ્યું છે, તે શું અનધિકૃત વાણીના આવા એકાદ વાયરાથી ખેદાનમેદાન થઈ જશે? શું એનું અસ્તિત્વ કોઈકના સારા-માઠા અભિપ્રાય ઉપર જ અવલંબે છે કે એની પોતાની સારપ ઉપર? આજે આપણી સાધનામાં રહેતી ક્ષતિઓ અને જીવનવ્યવહારમાં પ્રવેશેલી અશુદ્ધિ દૂર કરી સાધનાને પ્રાયોગિક રૂપ આપી, એની સારપ જો આપણે પ્રકાશમાં લાવીશું તો એની વિરુદ્ધની ખોટી કે અધૂરી કોઈ રજૂઆત એને આધુનિક જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી રોકી શકશે નહિ.
એટલે શાણો માર્ગ એ છે કે “બહારના આઘાતો અને આક્રમણો આવશે કે કોઈ ખોટી રજૂઆત કરશે, ને જૈન શાસન આથમી જશે' એવી ભીતિથી વ્યથિત રહેવા કરતાં, ભગવાને સ્વયં આચરેલી અને જૈન સંઘને બતાવેલી અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને – જેનાથી સમત્વનો લાભ થતો પ્રત્યક્ષ અનુભવી શકાય એવી ‘સામાયિક’ની કે “કાઉસગ્ગ'ની સાધનાપ્રક્રિયાને – પ્રાયોગિક ધોરણે પ્રતિષ્ઠિત કરી, સંઘમાં તેને પુન: પ્રવાહિત કરવાના પ્રયાસમાં–સંશોધન અને સાધનાના પ્રયોગમાં–સમર્થ વ્યક્તિઓએ પોતાનાં સમયશક્તિ કેન્દ્રિત કરવાં. શાસનરક્ષા અને પ્રભાવનાની દૃષ્ટિએ પણ આ ઉત્તમ, શ્રેયસ્કર અને ફળદાયી માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org