________________
૧૫૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
અહીં મેં જે અપેક્ષા વ્યક્ત કરી છે તે મુજબનો નિષ્ઠાપૂર્વકનો કોઈ સઘન પ્રયાસ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ઉજવણીના એ વર્ષમાં કે તે પછીયે આજ સુધીમાં થયો હોય એવું મારી જાણમાં નથી. અન્ય સંપ્રદાયોમાં કયાંક આવો પ્રયાસ થયો ખરો, પણ સત્યાન્વેષણનો માર્ગ ચાતરી જઈને, સાંપ્રદાયિક મમત્વ કે સ્વોત્કર્ષની વાસનાથી કુંઠિત થઈ, મુગ્ધજનોને પોતાના વાડામાં બાંધી રાખવાની કે નવા અનુયાયીઓ મેળવવાની મથામણરૂપ બની રહ્યો. પોતાને મહાવીર પ્રભુના અનુયાયી કહેવડાવતા આપણે ભગવાનના માર્ગે ખરેખર ચાલવા અંગે શું સાવ ઉદાસીન જ રહીશું?
જુન ૧૯૯૮
Jain Education International
For Private & Personal Use Only
– અ.
www.jainelibrary.org