________________
૨૯૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
પડયા કરે એ રીતે જળાધારી વડે કરાતા શિવલિંગના અભિષેક પાછળ પણ, સાધનામાં અપેક્ષિત પળ-પળની જાગૃતિનો જ સંકેત રહેલો છે.
આંતર જાગૃતિનો દીવો જરા ઝાંખો થયો તો એક નાનકડા છિદ્ર વાટે મોહ અંદર પ્રવેશી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંડે છે. માટે, સાધકે પાકી ધ્યેયનિષ્ઠા કેળવવી; અને, અંતર્મુખતા, સમતા, તથા સાક્ષીભાવની સાધનાને અવગણીને શક્તિઓ, સિદ્ધિઓ કે અન્ય કોઈ આસક્તિના દોરે ક્યાંય બંધાઈ ન જવાય તે માટે સદા સજાગ રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org