________________
પરિશિષ્ટ – સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ
શ્રી રસિક ઝવેરીની સ-રસ અને રસળતી શૈલીએ આલેખાયેલો આ કિસ્સો, મુંબઈથી પ્રકાશિત થતા સુપ્રસિદ્ધ ગુજરાતી દૈનિક ‘મુંબઈ સમાચાર ની લોકપ્રિય કટાર ‘દિલની વાતો' માં (જુલાઈ ૧૯૭૨) પ્રકાશિત થયેલો અને ત્યારબાદ પુસ્તકાકારે ‘દિલની વાતો' ભાગ ત્રીજા*માં સંકલિત થયેલો છે.
મંત્ર-તંત્રની મેલી સાધના દ્વારા પ્રાપ્ય ‘સિદ્ધિઓ'ની ભીતરી આગથી જિજ્ઞાસુઓ વાકેફ બને અને, અધ્યાત્મમાર્ગના પથિકો અજ્ઞાનવશ એની જવાળાઓમાં હોમાઈ જતાં બચે એ હેતુથી, સ્વ.રસિક ઝવેરીના પરિવારની અનુમતિથી, તે અહીં સાભાર ઉદ્ભૂત કરેલ છે.
– લેખક
ચરખારી સ્ટેટનાં નેપાલી મહારાણી મારાં ઘરાક. એમના કામ માટે ઠીક ઠીક સમય બનારસની એમની કોઠીમાં મહેમાન તરીકે રહેવાનું થયું. જાતજાતના લોકો ત્યાં આવે. વયોવૃદ્ધ પ્રકાંડ જ્યોતિષી નારાયણ શાસ્ત્રી સાથે ત્યાં ભેટો થયો. એમની વાત વળી કોઈ વાર કરીશું. એ પંડિતજી સાથે એક યુવક અવારનવાર આવે. પહેલી વખત એને જોઈને હું અવાક થઈ ગયો. સુગંધી તેલ નાખીને ઓળેલા લાંબા કેશ એને માથેથી ખભા સુધી લટકતા હતા. હોઠ મશહૂર બનારસી તાંબુલનો રંગ પી પીને એક પ્રકારની મધુર લાલિમાં દેખાડતા હતા. એની પારદર્શક તેજસ્વી કાળી મોટી આંખોમાં સામાનું અંતર વીંધીને આરપાર જોવાની શક્તિ વરતાતી હતી. સશક્ત સુંદર દેહ. એનાં અતિશય સફેદ સ્વચ્છ વસ્ત્રોમાંથી * કૉપીરાઇટ © અજોય વિનોદ ઝવેરી, ૬, બૅટરી હાઉસ, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ –
૪૦૦ ૦૨૬.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org