________________
૨૯૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
મોંઘા અત્તરની મહેક ભભૂકતી હતી. છુટ્ટી પાટલીનું ધોતિયું અને ખભે જેમતેમ નાખેલો ખેસ જેવો રેશમી દુપટ્ટો એની પ્રતિભાને વધુ રંગીન બનાવતાં હતાં. લાગે કે આ માણસે શણગારને તાલીમ આપીને કહી રાખ્યું હોય કે તમારું કામ મને આકર્ષક બનાવવાનું છે. એનું નામ બ્રિજમોહન.
મારોયે એ જુવાનીનો કાળ, ઈશ્વરના અસ્તિત્વ વિશેના વિતંડાવાદમાં રાચવાનો શોખ. રાણીસાહેબે મારી ઓળખાણ કરાવીને કહ્યું : ‘બ્રિજમોહનજી, આજે આપણા જોહરીજીને તમારી સાધનાનો કંઈક પરચો બતાવો. બડા નાસ્તિક છે. ચમત્કાર વિના નમસ્કાર કરે તેવા નથી!'
બ્રિજમોહને જવાબ વાળ્યો; પણ એની વાણીની મોહકતા... હું તો એ મોહકતામાં જ ડૂબી ગયો. ગજબની મોહિની હતી. જાણે શબ્દો નીકળ્યા એ ધાર્યું પરિણામ લઈને જ એની પાસે પાછા ફરવાના હોય એવું વશીકરણ એના સ્વરભારમાંથી પ્રગટ થતું હતું. સુરમોહિનીની આવી શક્તિને હું વંદી રહ્યો. જવાબ ટૂંકો પણ ભારે અર્થસભર હતો. એણે મને કહ્યું : ‘મારી સાધનાને બળે હું જાણી શકયો છું કે તમે ગુજરાતી છો. હું આપણા દેશની લગભગ બધી ભાષા જાણું છું એટલે તમારી સાથે ગુજરાતીમાં જ વાત કરીશ. નાસ્તિકતાનું તો જાણે સમજ્યા. એ બધી તો બચ્ચાંશાઈ છે. આસ્તિકતા વિના નાસ્તિકપણું સંભવે જ નહિ. આ વાત તમને કાળે કરીને સમજાશે. ચમત્કાર ખરું પૂછો તો ગજબનો સંયમ અને મૌન માગે છે. ણિધર નાગ જેવું છે એનું તો. એ એના દરમાં હોય ત્યાં સુધી જ શોભે. દરમાંથી બહાર આવે કે ભોરંગ પોતાના રમાડનારને પણ ઊંધે કાંધ પાડી દે. પણ આજે રાણીસાહેબાની હઠ છે તો મને આ એક ચીજ જે મળી છે તે તમને દેખાડું.'
થોડી વાર આંખો બંધ કરીને બ્રિજમોહન બેસી રહ્યા. પછી જ્યારે આંખો ઉઘાડીને મારી સામે જોયું ત્યારે એમનું આખું સ્વરૂપ જાણે ફરી ગયું હતું. આંખો ભય પમાડે તેવી કાચના ગોળા જેવી બનાવટી લાગતી હતી, મારી આંખોમાં નજર નોંધીને કહે : ‘તમારા જમણા ખીસામાં રત્નોનું પડીકું છે, એમાં દસ માણેક અને બે હીરા છે. ડાબા ગજવામાં રાણીછાપની સોનાની બે ગીની છે તેની ઉપર ૧૮૮૬ની સાલ છાપેલી છે. આજે સવારે આવેલો ટેલિગ્રામ છે એમાં રાણીસાહેબ સાથેના સોદા માટેની સૂચના છે જે જાહેર થાય એમાં તમને ગેરલાભ છે એટલે છતી નથી કરતો...!'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org