________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૯૧ બીજાની નજરમાં આવવા આતુર અને બીજાની પ્રશંસા ઉપર જીવનાર વ્યક્તિની વૃત્તિ બાહ્યલક્ષી બની જાય છે. ઇન્દ્રિયોની પકડમાંથી છૂટેલો સાધક આમ અહંના બંધનમાં ગૂંચવાઈ જાય છે. આમ સંગ અને સ્મયઆસક્તિ અને કૃતાર્થતાનું અભિમાન – એ બે દોષ ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા સાધકનું પતન નોતરે છે.
આથી, યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિએ મધુભૂમિક યોગીને સાવધ કરતાં કહ્યું છે કે દેવો આવીને તેની સ્તુતિ કે આદર-સત્કાર કરે અને ઉત્તમ ભોગસામગ્રીનો સ્વીકાર કરવા પ્રાર્થે ત્યારે પણ તેણે તેમાં લેવાઈ ન જવું." સાધનામાં પ્રગતિ પળ-પળની જાગૃતિ માગે છે. “સમયે યમ મા Tમાયણ ” કહીને વીર પ્રભુ પ્રત્યેક સાધકને સાવધાન કરે છે કે ગમે તેટલી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તોયે સાધકે પ્રતિપળ પૂરા સાવધ રહેવા પ્રયત્નશીલ રહેવું. પૂર્ણ ઉપશમભાવ સુધીની છલાંગ મારનાર સાધકો પણ ગફલતની ક્ષણમાં પાછા નીચે પટકાયા છે. ભગવાન ગૌતમ બુદ્ધે પણ ભિક્ષુઓને આ અનુરોધ કર્યો છે : “મMમાન સMયા” અને, પૂર્ણ કળશ વડે એક સાથે જળનો અભિષેક કરવાના બદલે, એક-એક ટીપું સતત
* પાતંજલ યોગદર્શન અનુસાર સાધકની આ બીજી કક્ષા છે. મહર્ષિ પતંજલિએ સાધકની ચાર કક્ષા બતાવી છે :
૧. પ્રાથમ કલ્પિક. અર્થાત્ પ્રારંભિક યોગાભ્યાસી. જેણે યોગમાર્ગે પદાર્પણ કર્યું છે પણ સવિતર્ક સમાધિથી આગળ જેની ગતિ નથી થઈ તેવો સાધક.
૨. મધુભૂમિક. જે સાધક નિધિતર્ક સમાધિ સુધી પહોંચીને ઋતંભરા પ્રજ્ઞા પામી ચૂક્યો છે તે. આટલી ઉચ્ચ-કક્ષાએ પહોંચેલા સાધકને માટે મહર્ષિ પતંજલિએ ઉપર્યુક્ત ચેતવણી ઉચ્ચારી છે! એણે પણ સંગ અને સ્મય-આસક્તિ અને અભિમાન-ના મોહપાશથી બચવું રહ્યું.
૩. પ્રજ્ઞા જયોતિ. ભૂતેન્દ્રિયજયી થઈને, જે વિશોકા અને સંસ્કારશેષ ભૂમિકાની પ્રાપ્તિ અર્થે પ્રયત્નશીલ છે તે. તે તો પ્રલોભનો સામે સ્વયં જાગૃત અને, તેમની સામે ટકી રહેવા સમર્થ હોય છે.
૪. અતિકાન્ત ભાવનીય. સંસ્કારશેષ અવસ્થા પ્રાપ્ત કરીને સદા એજ
અવસ્થામાં વર્તતા, સર્વથા વિરક્ત જીવનમુક્ત યોગીની આ કક્ષા છે. ૧૧. ચાન્યુનમને સમય જ પુનરનિષ્ટપ્રસંતુ
– યોગસૂત્ર, વિભૂતિપાદ, સૂત્ર ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org