________________
૨૯૦) આત્મજ્ઞાન અને સાધનાપથ
જ કંઈક એને વધુ ને વધુ અંતર્મુખ થવા પ્રેરી રહ્યું છે – જાણે અંદર ખેંચી રહ્યું છે. તે લાંબા સમય સુધી ધ્યાનમાં, કશા વિક્ષેપ વિના, સરળતાથી બેસી શકે છે. ધ્યાન સિવાયના સમયે પણ તેનું ચિત્ત અંતર્મુખ રહ્યા કરે છે અને અંતરમાં ઊંડી શાંતિ છવાયેલી રહે છે. આ અવસ્થાએ કોઈ સાધકને એ ભ્રાન્તિ થાય છે કે તે ચરમ સ્થિતિએ પહોંચી ચૂક્યો છે. કિંતુ, તે હજુ તના પરિચિત ક્ષેત્રમાં જ છે એ તેણે ન વીસરવું જોઈએ. - સાધના આગળ વધે છે તેમ તેમ પરિચિત આધારો છૂટતા જાય છે. સાધકનું અલગ “વ્યક્તિત્વ' ઓગળતું જાય છે. કિંતુ, મનની ધરતી પર માનવીને કોઈને કોઈ ટેકો–વિકલ્પનો સહારો જોઈતો હોય છે. ‘હું'નો લોપ એ સહી શકતો નથી. સિદ્ધિ અને સાફલ્યની માયા એને વળગી હોય છે. એટલે અજ્ઞાત પ્રદેશમાં પગ મૂકતાં તે ભીતિ અનુભવે છે, ને પાછો વળી જાય છે. પણ સંપૂર્ણ નિરાલંબ થયા વિના અજ્ઞાતની ધરતી પર પગ માંડી શકાતો નથી. જ્ઞાતના અવલંબનને વળગી રહી નિજ શાશ્વત-શુદ્ધ સત્તા સાથે મેળાપ થઈ શકતો નથી. આ તબકકે અનુભવી ગુરુનું સાન્નિધ્ય અને માર્ગદર્શન સાધકને સાંપડે અને દેહ-મનના નશ્વર (ક્ષણિક પર્યાય પરથી દષ્ટિ ખસેડી લઈને, નિજ શાશ્વત-શુદ્ધ સત્તાને સમપિત રહી, સંપૂર્ણ શરણાગતિપૂર્વક ‘પડશે તેવા દેવાશેના ભાવ સાથે તે આગળ વધે તો, અપૂર્વ વીયલ્લાસ વડે શીધ્ર મનને પેલે પાર પહોંચી જઈ તે અમૃતનો આસ્વાદ પામે છે. નહિતર તેના માર્ગમાં ફરી કોઈક અવરોધ આવી શકે છે.
જ્ઞાતના કિનારે આવીને અજ્ઞાતમાં પ્રવેશતાં અચકાતો યોગી પરિચિત આધારોને પુન: પકડવા જતાં, જો સિદ્ધિઓનું કે શક્તિઓનું પ્રદર્શન કરી કીર્તિ કમાવાના લોભમાં પડે છે અને, શ્રદ્ધાળુ જનતા તરફથી તેમજ મોટી મોટી ઐશ્વર્યસંપન્ન વ્યક્તિઓ દ્વારા પરમ ભક્તિભાવે તેની સેવામાં ધરવામાં આવતી અનુત્તમ ભોગસામગ્રીના આસ્વાદમાં લુબ્ધ બની, ઇન્દ્રિયોને લાડ લડાવવા લાગે છે તો તે ફરી પાશવી ભૂમિકાએ આંટા મારતો થઈ જાય છેપશુ ઇન્દ્રિયોનું સુખ મેળવીને તૃપ્તિ અનુભવે છે. ઇન્દ્રિયોના સુખ-ભોગની કામનાથી કંઈક ઉપર ઊઠેલી વ્યક્તિઓનું પતન અહં લાવે છે. અહં આગળ આવે છે ત્યારે લોકોની પ્રશંસા, માન-મોટાઈ અને કીર્તિની ભૂખ જાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org