________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૮૯ ભોળવાઈ જઈ સાધનામાર્ગથી વિચલિત થઈ જાય કે પોતાને ઉપલબ્ધ કોઈ અસામાન્ય અનુભવને વધુ પડતું મહત્ત્વ આપી દઈને તે આડમાર્ગે ફંટાઈ જાય. અર્થાત, સમર્થ ગુરુની નિશ્રા પ્રાપ્ત ન થઈ હોય તો, સાધનામાર્ગે પ્રાપ્ય અનુભવો વિશે સાવ અજ્ઞાન રહેવું એ પણ ઇચ્છનીય નથી; અજ્ઞાન સાથે વસતાં ભય અને ભ્રમણાના શિકાર થઈ જવાની શક્યતા એમાં રહેલી
જ છે. આથી, સાધના દરમ્યાન પ્રાપ્ય સંભવિત અનુભવોની થોડી વિચારણા કરવાનું અહીં ઉચિત માન્યું છે.
પર્વતના શિખરના આરોહણમાં યાત્રી જેમ ઊંચે જતો જાય તેમ જોખમ વધે એની સાથે એની જાગૃતિ વધે, નહિતર નીચે ઊંડી ખીણમાં તે પટકાઇ જાય. તેમ અધ્યાત્મશિખર સર કરવા નીકળેલા પથિકે પણ ઊંચાઇની સાથે આંતરજાગૃતિનો તાલ જાળવીને આગળ વધવું રહ્યું. સાધક ઇચ્છે કે ન ઇચ્છે, તે જેમ જેમ અંતર્મુખ બનતો જાય અને તેનું ચિત્ત નિર્મળ અને નિસ્પદ થતું જાય, તેમ તેમ તેની નિગૂઢ શક્તિઓ પ્રકટ થાય છે અને તેને વિવિધ અસામાન્ય અનુભૂતિઓ પ્રાપ્ત થાય છે. કિંતુ એ અનુભવોની અલ્પતા કે વિપુલતા એ આત્મવિકાસનું ખરું માપ નથી : આ વાત સ્મરણમાં રાખી વિવેકી સાધકે, આવા કોઈ અનુભવ માટે ઉત્સુકતા રાખ્યા વિના તેમજ સાધના દરમ્યાન જે કંઈ અનુભવો પ્રાપ્ત થાય તેમાં
અટક્યા કે અટવાયા વિના, પૂર્વોક્ત ત્રિવિધ માર્ગે સમત્વનો વિકાસ કરતા રહી, અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધનામાં આગળ વધવું ઘટે. કોઈ વિશિષ્ટ અનુભવ નહિ પણ, રોજિંદા જીવનવ્યવહારમાં રાગ-દ્રપ-મોહની વૃત્તિઓથી અળગા રહેવાની તેની ક્ષમતા જ તેની પ્રગતિનો સાચો માપદંડ બની શકે.
ચેતના પૂરતું ઊંડાણ પ્રાપ્ત કરે છે ત્યારે આ બધા માનસિક અનુભવો અદશ્ય થાય છે અને સાધક કેવળ અપૂર્વ શાંતિ અને આત્મિક આનંદતૃપ્તિ અનુભવે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિગત થતાં રહે છે. એ પછી સાધક, બાહ્ય જગતથી હઠીને, સ્વયે વધુ ને વધુ અંતર્મુખ રહેવા ઇચ્છે છે. એની સાધના સહજ પ્રવાહિત થાય છે. સાધક અનુભવ કરે છે કે હવે ધ્યાનના ઊંડાણમાં જવા એને પોતાને પ્રયાસ કરવો પડતો નથી, પણ જાણે અંદરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org