________________
૨૮૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ
સિદ્ધિઓને યોગસંતતિ કહી છે. ભૌતિક સંપત્તિ, સંતતિ, પરિવાર, સત્તા, અને કીર્ત-પ્રતિષ્ઠા આદિની જેમ યોગસંતતિ પણ, અહ-મમની જાગૃતિ અને પુષ્ટિનું નિમિત્ત બની, ગાફેલ સાધકને પથભ્રષ્ટ કરી દે છે. માટે, દેહના નાશ સાથે નાશ પામનારી સિદ્ધિઓ મેળવવા મહેનત કરવાની વાત તો દૂર રહી, તે સ્વત: સામે ચાલીને આવતી હોય ત્યારે પણ શ્રેયાર્થી એમની પ્રત્યે ઉદાસીન રહે. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે સિદ્ધિઓ એ સાધકના માર્ગમાં ભગવાને નાખેલાં રમકડાં છે; એનાથી રમવા લાગશો તો ધ્યેય સુધી પહોંચાશે નહિ.
સિદ્ધિઓની વાત તો દૂર રહી, પોતાના વિકાસ પ્રત્યેની વધુ પડતી સભાનતાથી પણ પ્રગતિ થંભી જતી અનુભવાય છે. માટે સાધકે પોતાને મળતા અતીન્દ્રિય અનુભવો વિશે મૌન રહેવું અને, પોતાના અંતરમાં પણ એ અનુભવોને વધુ મહત્ત્વ ન આપવું. શ્રી રમણ મહર્ષિએ તો કહ્યું જ છે કે,
“જ્યોતિઓનું દર્શન એ લક્ષ્ય નથી; લક્ષ્ય તો આત્મોપલબ્ધિ જ છે. આવી જ્યોતિઓનું દર્શન ધ્યાનમાં ખલેલ કરે છે. માટે સાધકે એનાથી મોહિત ન થવું જોઈએ. એ જ્યોતિઓ બાહ્ય સંસારમાં સ્થૂળ રૂપે દેખાય કે મનમાં સૂક્ષ્મ રૂપે દેખાય તોય તે વિષય જ છે. પ્રયત્ન તો કરવાનો છે વિષયીનાં દર્શન કરવા માટે, નહિ કે વિષયનાં. માટે આવી જ્યોતિઓનાં
દર્શનથી પ્રસન્ન થવું ઉચિત નથી.” ઉત્સુકતા પણ વર્ષ
આ દષ્ટિએ જોતાં, સાધનાની પ્રારંભિક ભૂમિકાએ, આગળ શા શા અનુભવો મળશે એ અગાઉથી જાણવું સાધકના હિતમાં નથી; કારણ કે એથી એના ચિત્તમાં ખોટી ઉત્સુકતા જાગે, પોતાને અમુક અનુભવ મળ્યા નથી એ ભાન લઘુતાગ્રંથિ જન્માવે, કે સાધક સ્વમનકલ્પિત – ‘ઑટોસજેશન' જનિત-ભ્રામક અનુભૂતિઓના રવાડે ચડી જાય, વગેરે સંભાવના પણ રહે છે. પરંતુ, યોગ્ય માર્ગદર્શકના શિરછત્ર વિના, સાધક એકલો આ માર્ગે ગતિ કરતો હોય અને ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતાના વિકાસ સાથે સંબંધિત અનુભવો વિશે તે સાવ અજાણ હોય તો, એ પણ સંભવિત છે કે, તે કોઈ વિચિત્ર અનુભૂતિથી મૂંઝાઈ-અકળાઈ જાય, કોઈ તેની અજ્ઞાનતાનો ગેરલાભ ઊઠાવે, અજ્ઞાન ‘ગુરુઓ'ના ખોટા માર્ગદર્શનથી સાધક ભરમાઈ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org