________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો / ૨૮૭ અહંશૂન્યતાનું લક્ષ્ય
એ હકીકત છે કે કેટલાક સાધકો તંત્ર, મંત્ર, ચિત્તસંયમ કે હઠયોગની પ્રાણાયામ આદિ કેટલીક અટપટી સાધનાઓ દ્વારા અમુક ખરેખર અસાધારણ કહી શકાય એવી શક્તિઓ પ્રાપ્ત કરે છે. મહર્ષિ પતંજલિએ પણ યોગસૂત્રના વિભૂતિપાદમાં યોગ દ્વારા લભ્ય સિદ્ધિઓનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. પરંતુ સાચો આત્માર્થી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સભાન પ્રયત્ન કરતો નથી. આત્માર્થી સાધકે “જત માટે ભલે નહિ, પણ લોકકલ્યાણ અર્થે અતીન્દ્રિય શકિતઓ/સિદ્ધિઓ પ્રાપ્ત કરવી ઈષ્ટ છે એમ માનીને પણ, આ શકિતઓની સાધના પાછળ ન પડવું. એ અતિ ભ્રામક અને લપસણો માર્ગ છે. દહાત્મભ્રમમાંથી પોતે મુક્ત ન થયો હોય ત્યાં સુધી સાચું લોકહિત શામાં છે એનો બોધ થતો નથી અને લોકહિત કાજે થતી પ્રવૃત્તિઓમાં પણ સૂક્ષ્મપણે અહં પૂર્ણ થતો રહે છે.* અહંનું ઉન્મેલન થયા પૂર્વે વિશિષ્ટ શક્તિઓની પ્રાપ્તિ થતાં, પોતે કંઈક છે એવો સૂક્ષ્મ અહં જાગી ઊઠે ને સુષુપ્ત અહં-મમની વૃત્તિઓ ફરી સક્રિય બની પોતાનો વિસ્તાર વધારી દે એવી પૂરી સંભાવના રહે છે. માટે, આત્મવિશુદ્ધિ સાથે જેને નિસ્બત નથી એવી કોઈ શક્તિઓ કે સાધના-પ્રણાલિઓ અંગે કુતૂહલ રાખ્યા વિના આત્માથી વ્યક્તિએ આત્મસાધનામાં જ રત રહેવું શ્રેયસ્કર છે.
અહંશૂન્યતાનું ધ્યેય સામે ન રહ્યું તો ગમે તેટલી સિદ્ધિઓ હાંસલ થાય પણ મુક્તિની નિકટ નથી જવાતું. માટે, આત્મસાધનાનો પથ મૂકી દઈને, સિદ્ધિઓનું પ્રલોભન આપતી કોઈ સાધના પાછળ આત્માર્થીએ દોડવું હિતકર નથી. પરમાત્માની પ્રાપ્તિમાં સિદ્ધિઓ વિદનભૂત છે.
* જ્યાં સુધી તમે સાત્ત્વિક-સદાચારી પ્રવૃત્તિ કરો છો ત્યાં સુધી અહંકારને પરવડે છે. અહંકાર ત્યાં પુષ્ટ બને છે. કંઈક કરી રહ્યો છે તેનું સુખ છે. તેમાં તેની હસ્તી જળવાઈ રહે છે.... અહંકારને તો રમવા માટે રમકડાં જોઈએ, ભલે ને એ રમકડાં સાત્ત્વિક હોય. એમાં પોતે ટકી રહે છે. એના માટે એ પૂરતું છે. પોતે -કરનારો, કરીને કહેનારો–રહે છે, પોતાને નામશેષ થવું પડતું નથી. એના માટે એટલું પૂરતું છે. જિજ્ઞાસુ માટે અહીં લાલબત્તી છે. અહંકારની રમતને એણે જોવી પડશે. આત્મનિરીક્ષણ આદરવું પડશે.
– વિમલા તાઈ, પર્યુષણ-પ્રસાદી, પૃષ્ઠ ૩૬, ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org