________________
૨૮૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ કેટલાક ‘મહાત્મા’ સામેની વ્યક્તિના મનમાં રહેલો પ્રશ્ન ‘જાણી લઈ એ વ્યક્તિની મુઠ્ઠીમાં રખાવેલા કોરા કાગળ પર એના પ્રશ્નનો ઉત્તર અકળ રીતે લખી દેવાનો ચમત્કાર બતાવી ભોળા લોકોને પોતાની સિદ્ધિથી આંજી દેતા હોય છે; હકીકતમાં એ ચમત્કારમાં એમની સિદ્ધિ નહિ પણ એમણે સાધેલા પ્રેતાત્માઓનો સહયોગ જ કારણભૂત હોય છે. કેટલીક વાર, કેવળ હાથચાલાકીના પ્રયોગથી પણ વિવિધ ‘સિદ્ધિઓ 'નો આભાસ ઊભો કરવામાં આવે છે. આવી ‘સિદ્ધિઓ'ના પ્રદર્શનથી લોકોમાં આકર્ષણ જમાવી થોડો વખત તો એ ‘મહાત્માઓ મોજ માણે છે; પરંતુ એ સેવાના બદલામાં પેલા પ્રેતાત્માઓની ઇચ્છાઓ અને અતૃપ્ત વાસનાઓ સંતોષવા એમને કેટલીક અધમ પ્રવૃત્તિઓમાં ઘસડાવું પડે છે. ફલત: આવા કહેવાતા સિદ્ધપુરુષોનું જીવન ઊર્ધ્વગામી બનવું તો દૂર રહ્યું, સાત્ત્વિક અને નૈતિક ભૂમિકાનું પણ નથી રહી શકતું. તેથી, વાસ્તવિકતામાં તો, એ ‘સિદ્ધો' આંતરિક પરિતાપમાં જ શેકાતા હોય છે. આત્મિક શાંતિ અને આત્મતૃપ્તિની મસ્તીનો સ્વાદ તો તેમને સ્વપ્નમાંયે દુર્લભ હોય છે.*
દિવસો સુધી જમીનમાં દટાઈ રહેવાની શક્તિને પણ આત્મવિકાસ સાથે કશો જ સંબંધ નથી. એકસાથે અઠ્ઠાવીસ દિવસ સુધી જળસમાધિ લેવાનો સફળ પ્રયોગ કરી દેખાડનાર ઇજિપ્તના પ્રસિદ્ધ ફકીર તાહા બે એ, પોલ ખૂંટન આગળ પોતાની એ શક્તિનું રહસ્ય ખુલ્લું કરતાં, આ તથ્ય સ્વમુખે સ્વીકાર્યું છે.
આ શી રીતે શક્ય બને છે તેના વિગતવાર અહેવાલ માટે જુઓ :
Paul Brunton, A Search In Secret India, Chap. 3: A Magician out of Egypt, pp. 35-43, (Rider & Co., London). | ગુજરાતી અનુવાદ : યોગેશ્વર, ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં, પ્રકરણ ૨ : ઇજિપ્તના જાદુગર.
(વોરા એન્ડ કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨.) * સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામતા આવા “યોગીઓ' પોતે અંતરમાં કેવા દુ:ખી હોય છે તેનો હૂબહૂ ખ્યાલ મેળવવા વાંચો: પ્રકરણના અંતે પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ.
Secret Egypt',
90. Dr. Paul Brunton, “A Search In
Opp. 104-123, (Rider & Co., London).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org