________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો/૨૮૫
સંપાદન કરી તેનું કાર્ય સરળતાથી આગળ ધપાવી શકે તે માટે તેને કેટલીક, ચમત્કારિક કહી શકાય એવી, શક્તિઓ પણ તે બક્ષે છે-જેવી કે સંપર્કમાં આવતી વ્યક્તિના મનના વિચારો જાણી લેવાની શક્તિ કે ભૂત-ભાવિ ઘટનાઓનું જ્ઞાન. માધ્યમ ત્યાગી હોય કે ગૃહસ્થ — આવી શક્તિઓના પ્રભાવે એ સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામે છે અને ભાવુક જનતા, એની અસાધારણ શક્તિઓને એની ઉચ્ચ આત્મિક-દશાની ઘોતક માનીને, એના પ્રત્યે આંધળી શ્રદ્ધા રાખી એને અનુસરે છે; અને, ઘણીવાર નાસ્તિક માણસો પણ એની ચમત્કારિક શક્તિઓથી પ્રભાવિત થઈ યોગ-અધ્યાત્મ
ધર્મમાં શ્રદ્ધાવાન બને છે.
સાત્ત્વિક માધ્યમો અપાર્થિવ લોકના આત્માના અનાયાસ સાંપડેલા આવા સહયોગનો દુરુપયોગ ન કરે તોયે, બહુધા તેઓ પોતાને પ્રાપ્ત શક્તિઓ અને સિદ્ધિઓના પ્રયોગ વડે તેમના ભક્તોની ભૌતિક કામનાઓ સંતોષવામાં અટવાઈ રહી જીવન પૂરું કરે છે અને, તેમના અનુયાયીઓની દૃષ્ટિ પણ વર્તમાન જીવનનાં સુખદુ:ખ પર જ કેન્દ્રિત રહી જાય છે. કામના પૂર્તિ નહિ પણ કામના મુક્તિના ધ્યેય સાથે, ચિત્તનું અતિક્રમણ કરીને સ્વની સાચી ઓળખ મેળવવાના યથાર્થ સાધનમાર્ગે તેઓ પદાર્પણ કરી શકતા નથી.
મેલી વિદ્યાની સાધના વડે ‘સિદ્ધિ'નો દેખાડો
કિંતુ, મોહગભિત વૈરાગ્યવાળા-તામસી કે રાજસી વૃત્તિના-સાધકો તો લોકોમાં મહત્ત્વ મેળવવા કે પોતાની કોઈ મિલન વાસનાને સંતોષવા અર્થે સામે ચડીને, મંત્ર-તંત્રની કોઈ મેલી સાધનાથી પ્રેતાત્માઓને વશ કરીને, તેમના સહકારથી ચમત્કારોનો દેખાડો કરે છે. વવર્તી પ્રેતાત્મા વ્યંતરદેવ અદશ્ય રહી એમની માગણી અનુસારની વસ્તુઓ અન્યત્રથી— કોઈની દુકાન કે ઘર વગેરે ઠેકાણેથી-તેને લાવી આપે છે. એ જ રીતે પોતાની કેટલીક શરતો સાથે એ વખતે એમણે ક-મને સંમતિ આપી.
૧૯૧૯માં આ ઘટના બની. ૧૯૪૯માં મિસિસ બેઇલનું અવસાન થયું ત્યાં સુધીમાં તિબેટી મહાત્મા સાથેના સહયોગ દ્વારા યોગ, ટેલિપથી, સૂક્ષ્મ શરીરો, ગૂઢવિદ્યા ઇત્યાદિ વિષયક− From Intellect to Intuition, Occult Letters વગેરેવીશથીયે વધુ ગ્રંથોનો ફાલ તૈયાર થયો. એ ગ્રંથો આજેય મોજૂદ છે અને ગૂઢવિદ્યા (Occult Philosophy)માં રસ ધરાવનાર વર્ગમાં વ્યાપકપણે વંચાય છે.
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org