SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ સૂક્ષ્મ દેહને સ્થૂલ શરીરથી છૂટો પાડવાની શક્તિ આકસ્મિક આવી મળી હતી. સ્થૂળ દેહે ઘરમાં એની હાજરી હોવા છતાં, સૂક્ષ્મ દેહ બહાર જઈ આવી, પડોશમાં બની રહેલી ઘટનાઓનું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો. કોઇને અપાર્થિવ સૃષ્ટિના આત્માઓના સહયોગ દ્વારા પણ આવી કેટલીક અલૌકિક શક્તિઓ અનાયાસ ઉપલબ્ધ થાય છે. પૂર્વના કોઈ ઋણાનુબંધને લીધે, કે તેની સાત્ત્વિકતાથી આકર્ષાઈને કે પોતાની જ કોઈ વાસનાની પૂર્તિ અર્થે અપાર્થિવ લોક-‘astral World'-ના આત્માઓ એની પાસે ખેંચાઈ આવે છે અને ‘ચમત્કારો’ સજે છે. માનવીની જેમ અપાર્થિવ લોકના આત્માઓમાં પણ કામનાઓનો આવેગ હોય છે, એમને પણ સારી-માઠી બંને પ્રકારની કામનાઓ હોય છે. મૃત્યુલોકના જીવનકાળમાં ઉપાડેલું કોઈ કાર્ય અધૂરું રહી ગયું હોય અને, એની પાછળ રહેલી કામનાનો આવેગ પ્રબળ હોય તો, એ અતૃપ્ત વાસનાની તૃપ્તિ અર્થે, અપાર્થિવ લોકના આત્માઓ યોગ્ય માનવ વ્યક્તિનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે અને તેના માધ્યમથી પોતાની કામના પૂર્ણ કરે છે. અતૃપ્ત શુભ કામનાનું ઉદાહરણ એ પ્રકારે મળી આવે કે કોઈ યોગભ્રષ્ટ સાધક અપાર્થિવ લોકમાં અવતર્યો હોય અને પૂર્વજીવનમાં એણે ધર્મપ્રચારની કામના રાખી હોય, પણ એ જીવનકાળ દરમ્યાન તે સફળ ન થઈ હોય. એ કામના પૂર્ણ કરવા હવે તે કોઈ યોગ્ય માનવ-માધ્યમ શોધીને તેના દ્વારા પોતાને અભીષ્ટ ધર્મપ્રચાર કે જ્ઞાનપ્રસાર* કરવા પ્રયાસ કરે છે. માધ્યમવ્યક્તિ લોકોનો વિશ્વાસ શ્રદ્ધા 6. Robert Monroe, Journeys Out Of The Body, (Doubleday, New York, 1971). * કોઈ તિબેટી આત્માના આગ્રહવશ આવા કાર્યમાં પોતાને કેવી રીતે સહભાગી બનવું પડયું તેની વાત કરતાં પોતાની આત્મકથા – Unfinished Autobiography –માં મિસિસ એલિસ બેઇલ (Alice A, Bailey) લખે છે કે એક દિવસ છોકરાંઓને નિશાળે મોકલ્યા પછી, હું ઘરની નજીકની એક ટેકરી પર જઈને બેઠી ને વિચારે ચડી.... એટલામાં મને એક અવાજ સંભળાયો : “કેટલાંક પુસ્તકો જનતા માટે લખાય એવી ઇચ્છા છે. તમે તે લખી શકો તેમ છો. એ કામ કરશો?” તલ્લણ આવી કોઈ બાબતમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. ત્રણેક અઠવાડિયાં બાદ તિબેટી આત્માએ એમનો ફરી સંપર્ક કર્યો અને પોતાની ઇચ્છામાં સહકાર આપવા આગ્રહ કર્યો. ઘણી આનાકાનીના અંતે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy