SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૮૩ ગત જીવનોની વર્તમાન જીવન પર શી અસર પડશે એ પણ અગાઉથી તે જણાવી શકતો. પૂર્વ જીવનોનાં આવાં અઢી હજાર ‘લાઇફ રીડિંગ્ઝ’ કેસીએ આપેલાં, કેસીનાં નિદાન, ઉપચાર અને આગાહીઓ આશ્ચર્યજનક હદે સાચાં નીવડતાં. સીલ્વન મુલ્યુનને તેની માત્ર બાર વર્ષની વયે, આકસ્મિક રીતે જ, સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી, સૂક્ષ્મ શરીરે બંધ ઓરડાની ભીંતમાંથી કશી જ નડતર વિના પસાર થઈ ઇચ્છિત સ્થળે લટાર મારી ત્યાં જે બની રહ્યું હોય તે જાણી લઈ પોતાના સ્થાને પાછા ફરવાની શક્તિ પ્રાપ્ત થયેલી. શરૂઆતમાં તો એના પરિચિતો અને કુટુંબની વ્યક્તિઓ સુધ્ધાં એની વાત માનતાં નહિ, પણ પાછળથી સૌને એની વિરલ શક્તિની પ્રતીતિ થઈ હતી. આવી અતીન્દ્રિય શક્તિઓ વિશે સંશોધન કરી રહેલા એક સંશોધકના સહયોગમાં મુલ્ડ્રને એક પુસ્તક પણ લખ્યું છે. જેમાં તેણે સૂક્ષ્મ દેહે કરેલી યાત્રાઓનું ધ્યાન આપ્યું છે અને, સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહને અલગ પાડવાની એણે પોતે વિકસાવેલી પદ્ધતિઓનું પણ નિરૂપણ કર્યું છે. એ પુસ્તક પહેલી વાર પ્રકાશિત થયું ત્યારથી એકધારાં એનાં પુનર્મુદ્રણો થતાં રહ્યાં છે.’ આવો જ બીજો જાણીતો કિસ્સો છે રોબર્ટ મનરોનો. એને પણ ૬. આના વિગતવાર અહેવાલો માટે જુઓ : (i) લેખકકૃત ‘વિજ્ઞાન અને અધ્યાત્મ, પ્રકરણ ત્રીજું : ‘વૈજ્ઞાનિક સ્તરે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર' અંતર્ગત પેટા મથાળું વર્જીનીયા બીચનો એ ‘ચમત્કારિક માનવી'. (ii) Thelma Moss, The Probability of the Impossible', Chap. 10, pp. 240-247. Paladin Books, (Granada Publishing Limited, New York, 1970). (iii) Thomas Sugrue, ‘There Is A River', (Dell, New York, 1970). આ પુસ્તક એડ્વર કેસીનું આધારભૂત જીવનચરિત્ર છે. (iv) Noel Langley, Edgar Cayce on Re-incarnation, (Warner Books, New York, 1967). - (v) Jess Stearn, Edgar Cayce – The Sleeping Prophet, (Bantam Books, New York). ૭. Muldoon and Carrington, ‘The Projection of the Astral Body', (Samuel Weiser, New York, 1969). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy