________________
૨૮૨? આત્મજ્ઞાન અને સાધનાપથ તપાસમાં જયારે એ વિગત બહાર આવી કે તે બ્રિટીશ જાસૂસ હતો ત્યારે સૌનું ધ્યાન પિટરની વાત પર ગયું. એ પછી તો લોકો વિવિધ મુશ્કેલીઓમાં માર્ગદર્શન મેળવવા પિટર પાસે આવવા લાગ્યા. મોટા ઔદ્યોગિક એકમોમાં તોતિંગ યંત્રો ખોટવાઇ ગયાં હોય અને ઇજનેરો તેની ખામી શોધી કાઢવામાં નિષ્ફળ રહ્યા હોય ત્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ પિટરને પોતાના કારખાનાની મુલાકાતે બોલાવતા અને મહત્ત્વની ચોરી કે ખૂનના કિસ્સાઓમાં ગુનેગારોના સગડ મેળવવામાં સહાયભૂત થાય એવા કોઈ સંકેત મેળવવામાં નિષ્ફળતા મળી છે ત્યારે અનેક પોલીસખાતાંએ પણ એને તેડાં મોકલ્યાં છે. સ્કોટલૅન્ડયાન્ડે-ઈંગ્લેન્ડની છૂપી પોલીસે-સુદ્ધાં પિટરની સહાય મેળવી છે. જેના વિશે માહિતી જોઈતી હોય એ વ્યક્તિના સંપર્કમાં આવેલી કોઈ વસ્તુ-રૂમાલ, ચાવી, સિગારેટનું પાકીટ, પેન, ચંપલ ઇત્યાદિ ગમે તે ચીજ-હાથમાં લેતાં જ પિટર એ વ્યક્તિનું વર્ણન આપતો; વર્તમાનમાં એ ક્યાં છે, શું કરી રહી છે તે પણ એ કહેતો અને એણે ગુનો કેવી રીતે કર્યો છે તેનું ધ્યાન પણ આપતો. એણે આપેલી માહિતી એટલી સચોટ નીવડતી કે અનેક રાજયોની પોલીસ તેના અટપટા કેસોમાં પિટરની મદદ મેળવતી."
‘વર્જીનિયા બીચના ચમત્કારી માનવી' તરીકે જાણીતા થયેલા એડગર કેસીને, હીપ્નોટિક ટ્રાન્સ દ્વારા, આકસ્મિક રીતે એક એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે, તેણે નવમા ધોરણથી આગળ અભ્યાસ કરેલો ન હોવા છતાં, ત્રીસ હજાર દરદીઓની સફળ ચિકિત્સા–દરદીને જોયા વિના જ, ઘણીવાર તો હજારો માઈલ દૂર રહ્યાં રહ્યાં, દરદનું નિદાન અને એના નિવારણ માટે સચોટ ઉપચારનો નિર્દેશ કરવા પૂર્વક–કરેલી. નિદાન કરતી વખતે તે જાતે ટ્રાન્સમાં જતો અને પછી, જાણે એક્સ-રેથી તે દરદીનું આખું શરીર જોતો હોય તેમ, દાક્તરી વિદ્યાનો કક્કો પણ ન જાણનાર કેસી નિષગાત દાક્તરની અદાથી, દાક્તરી પરિભાષામાં, દરદનું નિદાન અને ઉપચાર કડકડાટ બોલી જતો! વખત જતાં, એક પ્રસંગે-૧૦ ઑગસ્ટ ૧૯૨૩ના દિવસે અચાનક ખબર પડી કે એ બીજાના પૂર્વ ભવોમાં પણ ડોકિયું કરી શકે છે.
૫. પિટર હરકોસ, ‘હું ત્રિકાળજ્ઞાની બન્યો અને પછી – અનુવાદક : શ્રીકાંત
ત્રિવેદી, પ્રકાશક : વનરાજ માલવી (ગ્રંથલોક, અમદાવાદ ૩૮૦ ૦૦૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org