SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૮૧ અનાયાસ પ્રાપ્ત સિદ્ધિઓ કેટલીક વાર કોઈકને અસામાન્ય શક્તિ અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે, જેમાંની કેટલીક ધ્યાનાદિ સાધના દ્વારા થયેલી ચિત્તશુદ્ધિના પરિણામે સ્વયં ઉપલબ્ધ થતી હોય છે; તો કેટલીક આ જન્મની કોઈ સાધના દ્વારા નહિ પણ, પૂર્વ જન્મોના સંસ્કારવશ, આકસ્મિક રીતે કોઈ શક્તિકેન્દ્ર જાગૃત થઈ જતાં પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રકારનાં અનેક દૃષ્ટાંત યોગસાધકોનાં જીવનચરિત્રોમાં મળી આવે છે. જ્યારે ઇંગ્લૅન્ડમાં જન્મેલી જૉઆન ગ્રાંટ—Joan Grant~~ ને બાલ્યાવસ્થાથી પોતાનાં પૂર્વજન્મોની સ્મૃતિ અનાયાસ મળેલી. તેની આ શક્તિ મોટી ઉમરે પણ ટકી રહેલી એટલું જ નહિ, પછી તો તે પોતાની ઇચ્છાનુસાર પૂર્વજીવનોમાં ડોકિયું કરી શકતી. ‘Many Lifetimes' પુસ્તક પૂર્વજીવનોની સ્મૃતિઓના આધારે, તેણે તેના માનચિકિત્સક પતિના સહયોગમાં લખ્યું છે. એ વાત એટલેથી અટકતી નથી, બીજાઓનાં પૂર્વજન્મોમાં પણ તે ઇચ્છાનુસાર ડોકિયું કરી શકતી હતી! ને એની એ શક્તિનો લાભ એના માનસચિકિત્સક પતિ લેતા હતા. એમના હઠીલા કેસોમાં તેઓ જયારે એજ-રિગ્રેશન દ્વારા દરદીનાં પૂર્વજીવનોમાં રહેલી ગ્રંથિઓ ખોળી કાઢવામાં સફળ ન થતા ત્યારે તેઓ, જૉઆનને તેમનાં પૂર્વજીવનોમાં ડોકિયું કરી, તેમના રોગ સાથે સંબંધિત ગ્રંથિઓ શોધી આપવા કહેતા. અને, તેમાં તેમને સફળતા મળતી. બીજા પ્રકારની શક્તિનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત છે પિટર હરકોસનો કિસ્સો. છાપરા પરથી ત્રીસેક ફૂટની ઊંચાઈએથી તે નીચે પટકાયો હતો. દિવસો સુધી હૉસ્પિટલમાં બેશુદ્ધ રહ્યા પછી એ ભાનમાં આવ્યો ત્યારે બીજાના ભૂત-ભાવિ જીવનમાં ડોકિયું કરવાની શક્તિ તેને પ્રાપ્ત હતી. એની જોડેના ખાટલા પરના દરદીને હૉસ્પિટલમાંથી રજા મળતાં, વિદાય વેળાએ એણે પિટર સાથે હસ્તધૂનન કર્યું. એની સાથે જ પિટર સમક્ષ એનું જીવન છતું થઈ ગયું. એના ગયા પછી પિટરે નર્સને કહ્યું કે આ માણસ બ્રિટીશ જાસૂસ છે. આજથી ત્રીજે દિવસે રસ્તા વચ્ચે જ એનું ખૂન થશે. તે વખતે તો નર્સને લાગ્યું કે માથામાં થયેલી ઇજાના કારણે એ પ્રલાપ કરી રહ્યો છે. પણ ત્રીજા દિવસે આગાહી મુજબ, પેલા માણસનું ખૂન થયું અને પોલીસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy