________________
સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ/૧૦૩
કહ્યું છે કે તે નિર્મમભાવે, કુટુંબની વ્યક્તિઓનું હિત અને સુખ સચવાય એ રીતે, પરિવારનું પાલન કરે; કારણ કે મમત્વરહિતપણે કુટુંબનું પાલન-પોષણ કરવું તે પણ ધર્મ છે. આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ‘જૈન સાધના પ્રણાલિમાં સાક્ષીભાવની સાધનાને અને કર્મયોગને યાને નિષ્કામ કર્મને સ્થાન નથી’ એવું નથી.
‘જ્ઞાન સહિત ક્રિયા’ એટલે જે ક્રિયામાં સ્વાનુભવજન્ય ઉપર્યુક્ત પ્રતીતિ ભળી હોય તે. એવો જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં એટલી કર્મનિજરા કરી શકે, જે અજ્ઞાની પૂર્વક્રોડ વર્ષોમાંયે માંડ કરે.
ધર્મજીવનની કૃતાર્થતા શેમાં?
આટલી વિપુલ કર્મનિર્જરા કરાવી આપે એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેનાર મુમુક્ષુનો સંવેગ તીવ્ર ગણાય ખરો? જે જ્ઞાન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ ‘જૂઠ્ઠું’ જ રહે છે, એ અનુભવ-જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોય! અને, તેમાંયે આત્મસાધના કાજે જ જેણે ભેખ લીધો છે, તેને તો એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હોય! તે શું માત્ર શાસ્ત્રજ્ઞાનથી સંતોષ માની નિરાંત અનુભવે?"
૯. ...નિમ્મમે ભાવેન, તપ્પાજીને વિ ધમ્મો, ગહ અન્નપાહને ત્તિા ममत्तं बंधकारणम् ।
૧૦. આતમ દરિસણ જેણે કર્યું, તેણે મુંઘો ભવ ભયકૂપ રે; ક્ષણ અર્થે જે અઘ ટલે, તે ન ટલે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાન તણી છે જોડી રે.
*
―
મુંઘો ઢાંકયો; અધ = પાપ.
-
શ્રી પંચસૂત્ર, સૂત્ર ૨.
Jain Education International
શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ૩૭-૩૮.
૧૧. (i) ગતીન્દ્રિય પરં બ્રહ્મ, વિશુદ્ધાનુમવં વિજ્ઞાા शास्त्रयुक्तिशतेनापि नैव गम्यं कदाचन ।। अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ॥ स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥
-
– અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ., શ્લોક ૨૧ અને ૨૫. જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૩ અને ૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org