________________
૨૬૨ / આત્મજ્ઞાન અને સાધનાપથ મોક્ષસાધન તરીકે કૂટી કોડીની કિંમત નથી આંકતા, ત્યાં કોઈ આંશિક વ્રત-નિયમ કે બાહ્ય તપ-ત્યાગ-તિતિક્ષાની તો વાત જ કયાં? – આ તથ મુમુક્ષુના લક્ષ બહાર ન જવું જોઈએ.
સર્વવિરતિ પ્રાયોગ્ય સૂક્ષ્મ અહિંસાનું જ્ઞાન અજૈન સાધુસંતોમાં જોવા ન મળતું હોવા છતાં, ખુદ ભગવાન મહાવીર પ્રભુએ ફોડ પાડીને કહ્યું છે કે જૈન દર્શનના અનુયાયી ન હોય એવા સાધુસંતો અને ગૃહસ્થો સુધ્ધાં પણ મુક્તિ મેળવી શકે છે. બીજી બાજુ, એ શક્ય છે કે સર્વવિરતિની પ્રતિજ્ઞાપૂર્વક જૈનદર્શન-નિર્દિષ્ટ શુદ્ધ સાધુચર્યાનું પૂર્ણ પાલન હોવા છતાં, મુક્તિ દૂર જ રહે, અર્થાત્ આત્મજાગૃતિ વિના સર્વવિરતિનું ઉચ્ચ કોટિનું પણ આચરણ મુક્તિ અપાવતું નથી.
આમ, એકલી સર્વવિરતિ મુક્તિપ્રમાણમાં વિફળ જઈ શકે પણ આત્મજાગૃતિ અખંડ હોય તો સફળતા નિશ્ચિત છે.
૨૦. (i) ચેતન કું પરખ્યો નહિં ક્યા હુઆ વ્રત ધાર; શાલ વિહૂણા ખેતમે વૃથા બનાઈ વાડ.
– યોગીશ્વર ચિદાનંદજી, અધ્યાત્મબાવની, ગાથા ૯. (ii) જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાએ તો સારો;
ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો રે. કોઈ કહે અમે લિંગે તરશું, જૈન લિંગ છે વારુ, તે મબા, નવિ ગુણવિાણુ તરિયું, ભુજ વિણ ન તરે તારુ રે.
– ઉપાધ્યાય યશોવિજયજી,
૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧, ગાથા ૧૬–૧૮. ૨૧. શ્રી પન્નવણા સૂત્ર, પ્રથમ પદ, સૂત્ર ૯. २२. शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः अनन्ताः व्यतिक्रान्ता
भवे, परिपूर्णा अपि, सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः ।
– ઉપદેશપદ, ગાથા ૨૩૩, ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org