________________
સાધન-નિકા ૨૬૧
ચાલે. એટલે, પ્રબળ ચારિત્રમોહના ઉદયના કારણે સર્વવિરતિની ગેરહાજરી હોવા છતાં અને ઇન્દ્રિયાનુકૂલ આચરણ ચાલુ રહ્યું હોવા છતાં, અખંડ આત્મજાગતિના પ્રતાપે અશુભ કર્મનો અનુબંધ સમાપ્ત થઈ જતો હોવાથી, એ વિષયોપભોગ કે આરંભ-સમારંભ મુક્તિપ્રયાણમાં બાધક નથી રહેતાં.“ અવિરત સમ્યગ્દષ્ટિની બાહ્ય પ્રવૃત્તિ ભલે બીજી વ્યક્તિઓની પ્રવૃત્તિ જેવી જ દેખાતી હોય પણ તેના અંતરમાં જુદા જ ભાવો રમતા હોય છે; પ્રવૃત્તિ ભોગની હોવા છતાં ત્યાગવૃત્તિ તેના અંતરમાં વ્યાપ્ત રહે છે. પ્રબુદ્ધ વ્યક્તિઓ જ વૃત્તિના આ ભેદને પરખી શકે છે. આમજનતા (the masses) તો બાહ્ય તપ-ત્યાગ-તિતિક્ષાને જ આધ્યાત્મિકતાનો માપદંડ માની લે છે; પરંતુ જ્ઞાનીઓનાં કાટલાં જુદાં છે. જ્ઞાનીઓ કેવળ બાહ્ય તપ, ત્યાગ કે તિતિક્ષા કરતાં વૃત્તિનો ઢાળ કઈ તરફનો છે એને વધુ મહત્ત્વ આપે છે. આત્મજાગૃતિ કે એના લક્ષ વિનાની પૂર્ણ સર્વવિરતિનીયે તેઓ
૧૮. (i) ઇસ્માદ્ધિ સજ્ઞાનમ-વૃન્ય પ્રવાdવેચવારિત્રહોવિ
न्द्रियानुकूलाचरणरूपया द्रव्यतो मनोरुचिविकलत्वेनाप्रधानभावात् संगतमपि संयोगभागपि नियमेनैकान्तत एव भवति फलांगं मोक्षलक्षणफलनिमित्तम्। कुत इत्याह-अशुभानां ज्ञानावरणादिपापप्रकृतीनामनुबन्ध उत्तरोत्तरवृद्धिरूपस्तस्य व्यवच्छेदस्त्रुटिस्तस्य भावात्।
– ઉપદેશપદ, ગાથા ૩૭૫ અને તેની ટીકા. (ii) વહુ નિરોધાર્થ નિવૃત્તિ રજીપ વિતા निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ।।
– અધ્યાત્મસાર, વૈરાગ્યસંભવ., શ્લોક ૨૨;
સાથે જુઓ શ્લોક ૨૩-૨૫. સરખાવો :
ज्ञेयः स नित्यसंन्यासी, यो न द्वेष्टि न काङक्षति। निर्द्वद्वो हि महाबाहो, सुखं बन्धात् प्रमुच्यते॥
– ભગવદ્ગીતા, અધ્યાય, પ., શ્લોક ૩. ૧૯. (i) મર્મના ક્ષેત્રોન વપૂર્ઘતમન વા महान्तं बाह्यदृग् वेति चित्साम्राज्येन तत्त्ववित्।।
– જ્ઞાનસાર, તત્ત્વદેટ્યષ્ટક, શ્લોક ૩. (ii) જુઓ : આચાર્ય હરિભદ્રસૂરિકૃત ષોડશક પ્રકરણ, ષોડશક ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org