________________
૨૬૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
સંકળાયેલું સઘળું મારાથી ભિન્ન છે, સંસારનાટકના તખ્તા ઉપર કમેં આપેલો ક્ષણવાર પૂરતો એ એક વેશ માત્ર છે' – આ ભાન સાથે એ જીવતા હતા. એમનું સમ્યગ્દર્શન ક્ષાયિક ભાવનું અર્થાત્ જેમાં અખંડ એકસરખી આત્મજાગૃતિ ટકી રહે એવું હતું. વિષય-કષાયના વાવંટોળમાંયે આત્મજાગૃતિની એ જયોતને કશી આંચ આવી શકે તેમ હતું જ નહિ.
ક્ષાયિક સમદષ્ટિ આત્માની વૃત્તિ સદા સ્વરૂપાભિમુખ જ રહે છે; આથી ભૌતિક જગતના લાભ-નુકસાનથી ન તો એનું અંતર નાચવા લાગે છે કે ન રોવા લાગે છે. એક પ્રેક્ષકની જેમ બંને સ્થિતિઓનો તમાશો એ જોયા કરે છે. કર્મકત વ્યક્તિત્વને સ્પર્શતી ઘટનાઓથી એનું અંતર મહદ્ર અંશે નિર્લિપ્ત રહે છે. ‘કંઈક મેળવવાની’ કે ‘કંઈક થવાની’ આકાંક્ષાઓ શમાવી દઈ, પૂર્વ પ્રારબ્ધ કર્માનુસાર પ્રાપ્ત પરિસ્થિતિમાંથી એ માત્ર સાક્ષીભાવે પસાર થવાનું જ પસંદ કરે છે. આત્માનુભૂતિ થતાં જડ માત્ર પડછાયો જ ભાસે છે, એનું મહત્ત્વ આત્માનુભૂતિયુક્ત આત્માના અંતરમાં રહેતું નથી." આથી બેહદ પરિગ્રહ, વિપુલ ભોગવિલાસ અને બેસુમાર આરંભ-સમારંભની પ્રવૃત્તિ વચ્ચેય ચક્રવર્તી ભરત જળકમળવત્ અંતરથી ન્યારા જ રહેતા. એ પ્રવૃત્તિઓને એમનું અનુમોદન ન હતું. આથી એમને પાપકર્મનો અનુબંધ નહોતો રહ્યો. પાપકર્મ નહીં પણ પાપકર્મનો અનુબંધ જ ભવમાં રખડાવનાર છે. આત્મજાગૃતિ હોય ત્યાં પૂર્વસંસ્કારવશ, વર્તમાન વિષમ સંયોગોવશ કે ચારિત્રમોહનીય કર્મવશ કદાચ ઇન્દ્રિયોને અનુકૂળ આચરણ કે પાપપ્રવૃત્તિ થાય, તોપણ તેનો અનુબંધ પડતો નથી; અર્થાત્ એનાથી એવો કર્મબંધ થતો નથી કે જેથી પાપપ્રવૃત્તિની પરંપરા
૧૬. મોપિત. પૂર્યાસ્તથા મોઢ#ોપમાન भुजानोऽपि ह्यसंग: सन्, प्रयात्येव परं पदम्।
– યોગદષ્ટિ સમુચ્ચય, શ્લોક ૧૬૬. ૧૭. સો ય વો મૂરું ભવપાયવસે વિનેગર
एयम्मि य वोच्छिन्ने, वोच्छिन्नो चेव एसोत्ति॥ ટીકા : નાગુમાનુજન્ય: પાપો, મૂરિ મવપVT. સ્તfસ્મश्चाशुभानुबन्धे व्यवच्छिन्ने सम्यग्ज्ञानतो, व्यवच्छिन्नश्चैवोपरत एवेष भवपादप इति।
– ઉપદેશપદ, ગાથા ૩૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org