________________
સાધન-નિકા | ૨૬૩ હું દેહ’ એ ભાનમાં જીવનાર વ્યક્તિ-ચાહે તે જૈન હોય કે અજૈન, મુનિ હોય કે ગૃહસ્થ, અવિરતિ હોય કે સર્વવિરતિ-એ મિશ્રાદષ્ટિ છે આ ‘પ્રકૃતિથી પર–અર્થાત્ દેહાદિ સમસ્ત પુદ્ગલ દ્રવ્યથી અને કર્મકૃત સર્વ અવસ્થાઓથી પર-હું વિશુદ્ધ ચૈતન્ય છું' એ ભાવમાં જીવનારો જૈન હોય કે અજૈન, એ સમષ્ટિ છે;" એ વિરતિધર ન હોય તોયે મુક્તિપથનો ગતિશીલ પ્રવાસી છે.
જેનું આટલું બધું મહત્ત્વ છે તે આત્મજાગૃતિની સાધનાને આપણે કયાં સુધી ઉવેખતા રહીશું?
સાધના કયાં સુધી?
ઘણીવાર સાધક અનુભવે છે કે ઘણા લાંબા સમય સુધી ખંતપૂર્વક સાધના કરતા રહેવા છતાં કોઈ વિશેષ અનુભવની પ્રાપ્તિ થતી નથી કે નથી ખાસ કંઈ પ્રગતિ થતી જણાતી; તો કેટલીકવાર સાધકને કોઈ અસામાન્ય અનુભવ અચાનક અનાયાસ આવી મળે છે. એટલે, અમુક હદ સુધી પ્રગતિ કર્યા પછી કેટલાક નિષ્ઠાવાન સાધકોને પણ પ્રશ્ન થાય છે કે ધ્યાનાદિ સાધનાને વળગી રહેવું કે ના આ ય સ ર તિથી, યહ પરમ પૂTઈ હૈ' એમ માની, જીવનને પ્રારબ્બાનુસાર સહજભાવે વહેવા દેવું? મહર્ષિ શ્રી રમણે આનો ટૂંકો ને ટચ જવાબ આપ્યો છે : “પસંદગી કે પ્રયાસ વિનાની સહજ જાગૃતિ એ જ આપણો સ્વભાવ છે. એ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ અને તેમાં ટકી રહીએ તો તો કોઈ પ્રશ્ન જ નથી; પણ ૨૩. (i) પર પરિણતિ અપની કર માને, કિરિયા ગર્વે ઘહેલો, ઉનકું જૈન કહો કયું કહીએ, સો મૂરખ મેં પહેલો.
- પરમગુરુ! જેન કહો કર્યું હોવે?
– ઉપાધ્યાય યશોવિજયજી. (ii) પવરવત્તો નવા મિથ્યાષ્ટિ. મતિ.
– યોગીન્દુ, પરમાત્મપ્રકાશ, શ્લોક ૭૭. ૨૪. જે પર્યાપુ નિતારૂં ધન્યમથસ્થિત: | आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥
– ઉપાધ્યાય યશોવિજયજી, અધ્યાત્મોપનિષદ્ર, જ્ઞાનયોગ, શ્લોક ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org