________________
૨૫૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ જઈશું તો એ સુધરતાં નથી, બગડે છે. પરમાત્માને પરમ વિશુદ્ધ ચૈતન્યને દયમાં પધરાવી કરેલું પ્રત્યેક કાર્ય સફળ થાય છે – આપણા હિતમાં પરિણમે છે. કેટલીક વખત દેખીતા નુકસાન કે નિષ્ફળતામાં પણ આપણું ભાવિ હિત છુપાયેલું હોય છે. આપણી અલ્પ સમજ મુજબ આપણે અમુક બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં આપણી સુરક્ષિતતા કલ્પીએ છીએ. આપણી એ માનેલી સુરક્ષિતતાનો આધાર ધન હોય, સ્વજન હોય, પેઢી હોય કે પદ હોય, પણ એ ન ભુલાવું જોઈએ કે આપણા જીવનમાં ભૌતિક લાભહાનિ પ્રારબ્ધ કર્મને અધીન છે. કોટયાધિપતિઓને પણ રાતોરાત ભિખારી થઈ જતા આપણે નજરોનજર જોઈએ છીએ. અઢળક સંપત્તિ, પ્રેમાળ પરિવાર, ધમધોકાર ચાલતા વેપાર-ધંધા સામાજિક પ્રતિષ્ઠા કે પદમાં વાસ્તવિક સલામતી નથી. એ બધું સ્વભાવથી જ અસ્થિર અને વિનાશશીલ છે. અવિનાશી, અચલ પરમાત્માનો–પરમ-આત્માનો-આધાર લઈને જ આપણે નચિંત થઈ શકીએ. એ અચલ આધાર સિવાય આ જગતમાં કશું સલામત નથી. પોતાનાં સુખ-સલામતી માટે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર આધાર રાખનાર એવાં તણખલાં ઉપર આધાર રાખે છે કે જે પવનના એક ઝપાટામાં ઊડી જાય, પણ પરમાત્માનો અચલ આધાર લેનારે કદી પસ્તાવું પડતું નથી. એ વિશ્વાસ રાખશો કે સાધનાનો સમય સાચવવા જતાં ભૌતિક જગતમાં આપણે જે લાભ જતો કરીએ છીએ તેના કરતાં અનેકગણું કોઈ અન્ય દ્વારેથી આપણા ખોળામાં આવીને પડે જ છે. પરમાત્માની શક્તિ અનંત છે–અચિંત્ય છે, એને આપણું હિત કરવાના હજાર માર્ગ છે. કયે માર્ગે આવીને એ આપણને ન્યાલ કરશે તે આપણે સમજી-કલ્પી શકતા નથી. અર્થાત્ દુનિયાનાં કામ સુધારવાના મોહમાં પરમઆત્મા સાથેની ‘એપોઇન્ટમેન્ટ’–મુલાકાત-ની તક આપણે એળે જવા દઈશું તો સરવાળે એ ખોટનો જ વેપાર પુરવાર થવાનો.
એ જ રીતે, નિવૃત્ત થયા પછી ધર્મસાધના કરવાના મોહક પણ મૃગજળ સમ સ્વપ્નમાં રાચવું કે ધર્મસાધના માટેના પૂર્ણ અનુકૂળ સંયોગોની રાહ જોઈ બેસી રહેવું મુમુક્ષુ માટે ઉચિત નથી. પોતાને પ્રાપ્ત સંયોગોમાં જે શકય હોય તે આરાધના તે કરતો ન રહે તો, સંભવ છે કે, સાધનાનો આરંભ તે કદી નહિ કરી શકે. નિવૃત્ત થયા પછી ધર્મસાધના કરવાની યોજના સારી છે, પરંતુ ધર્મસાધનાને અગ્રિમતા આપવાનો સંસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org