________________
સાધન-નિકા ૨૫૭ પૂર્વે ચિત્તમાં નહિ નાખ્યો હોય તો, તે સમયે અનેક પ્રવૃત્તિઓ તેના સમયને સ્વાહા કરી જશે. વળી, નિવૃત્ત થવાનો અવસર આવે તે પહેલાં જ શરીરને કોરી ખાનાર કોઈ વ્યાધિ, અકસ્માત્ કે મૃત્યુ આવે ને આપણી સર્વ યોજના ધૂળમાં મેળવી દે, એ સંભાવના પણ કયાં નથી? આ સંભાવના ઝડપી વાહનવ્યવહાર દ્વારા રોજ સર્જાતા અનેક પ્રાણઘાતક અકસ્માતો, વ્યાપક બનતા જતા આતંકવાદ અને માથે ઝળુંબી રહેલા આયુદ્ધના આજના જમાનામાં તો ઑર વધી છે. જ્ઞાનીઓ તો આપણને ચેતવે જ છે કે મૃત્યુ પડખે જ બેઠું છે; એ ક્યારે ત્રાટકશે તે આપણે જાણતા નથી. સાધનાને આવતી કાલ ઉપર મુલતવી રાખવામાંય જોખમ છે; “આવતી સાલ'ની તો વાત જ ક્યાં?
તેથી આત્મસાધનાને આપણી દિનચર્યાનું જ એક અનિવાર્ય અંગ બનાવી દેવું ઘટે. શાણો માર્ગ એ છે કે સ્વરૂપસ્મૃતિની સાધનાને આપણા જીવનમાં તાણાવાણાની જેમ વણી લેવી. એ માટે વર્ષમાં એક માસ, મહિને એકાદ-બે દિવસ, દિવસના ચોવીસ કલાકમાંથી એકાદ કલાક અર્થાત્ રોજ એક સામાયિક જેટલો સમય અને પ્રત્યેક કલાકમાંથી બે-ચાર મિનિટ ધ્યાન કે સ્વરૂપજાગૃતિના અભ્યાસ માટે અલગ ફાળવતાં રહીએ તો, વખત જતાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં આત્મજાગૃતિ ટકી શકે એવી ક્ષમતા પ્રાપ્ત થવાની આશા રાખી શકીએ.
આવી ક્ષમતા પ્રાપ્ત કરનાર ગૃહસ્થ સાધક પણ, કુટુંબની સાથે વસવાટ તથા પારિવારિક અનેક જવાબદારીઓનું પરિવહન કરવા છતાં, અંતરથી ન્યારો રહી શકે છે. બીજી બાજુ, સ્વરૂપાગૃતિની કળા હસ્તગત ને થઈ તો, એ સંભવિત છે કે, અણગાર થઈને ધાર્મિક પ્રવૃત્તિના વાતાવરણમાં આખોયે વખત આત્માની, મુક્તિની અને સાધનાની વાતો કરતાં રહેવા છતાં, અંતર તો ઔદયિક ભાવોમાં જ બદ્ધ રહી જાય અને આણગારનો વેશ અને બાહ્ય ક્રિયા હોવા છતાં, જીવનભર અહં-મમના આવેગોમાં જ તણાતા રહી દુર્ગતિમાં ધકેલાઈ જવાય."
૧૫. સીત્ર ( ર ધારફત્તા, સાથે વિયે વૃદ્દત્તા તે असंजए संजय लप्पमाणे, विणिवायमागच्छइ से चिरंपि।।
– ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૨૦, ગાથા ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org