________________
સાધન-નિકા ૨૫૫ પરંતુ આપણા જીવનની કરુણતા એ છે કે આપણે અનેક નિ:સારનિરર્થક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકીએ છીએ, પણ જીવનની સૌથી અગત્યની આ પ્રવૃત્તિ માટે સમયની માગ આવે ત્યારે આપણે કહીએ છીએ કે સમય નથી! શ્રેય અને પ્રેય વચ્ચે પસંદગી કરવાની પળે આપણે ગોથું ખાઈ જઈએ છીએ. મહત્ત્વાકાંક્ષા અને ખોટી તૃષ્ણાઓને લીધે આપણે બિનજરૂરી જવાબદારીઓ માથે લઈએ છીએ અને પછી તેમાં એવા અટવાઈ જઈએ છીએ કે તેમાંથી નીકળવું લગભગ અશક્ય બની જાય છે. સવારના ઊઠીએ ત્યારથી એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં પરોવાતા રહીએ છીએ અને એ પ્રવૃત્તિના આકર્ષણે – એમાંથી કંઈક પ્રાપ્તિની આશાના તાંતણે – એવા બંધાઈ જઈએ છીએ કે તેમાંથી જાતને કદી મુક્ત કરી શકતા નથી. પરિણામે પ્રવૃત્તિની એ ઘટમાળ આપણો અંતશ્ચક્ષુ આડે એવું ઘટ્ટ આવરણ ઊભું કરી દે છે કે આપણું જીવનધ્યેય વિસારે પડી જાય
તેથી, વિવિધ પ્રવૃત્તિઓ માટે આપણા સમયની ફાળવણી કરતી વખતે સાધનાને અગ્રિમતા આપવી ઘટે. પ્રતિપળ સેંકડો પ્રવૃત્તિઓ આપણા સમયને સ્વાહ કરી જવા જાણે ટાંપીને બેઠી હોય છે. એ દરેકની માગણી જો સંતોષવા જઈશું તો, મંજિલે પહોંચવાની વાત તો દૂર રહી, આપણા જીવનધ્યેયની દિશામાં એક ડગ પણ આપણે માંડી નહિ શકીએ. માટે, અનાવશ્યક પ્રવૃત્તિઓને દિનચર્યામાંથી રુખસદ આપી દઈ, માનવજીવનના આ સૌથી મહત્ત્વના કાર્યને અગ્રિમતા આપી રોજ થોડો નિયત સમય તેને ફાળવવો ઘટે.
આત્મવિકાસમાં દેખી શકાય એવી પ્રગતિ કરવા ઇચ્છતા સાધકે સાધના માટેનો નિયત સમયે દઢપણે સાચવવો જોઈએ. એ સમયે ગમે તેવું મહત્ત્વનું દેખાતું કે લાભદાયક જણાતું કોઈ કામ આવી પડે તોયે વિચલિત ન થતાં, વિશ્વના મંગળ વિધાનમાં વિશ્વાસ મૂકી, સાધનાને અગ્રિમતા આપવી*. એથી વ્યવહારનાં કામ સીદાશે કે પોતાને કંઈ નુકસાન વેઠવું પડશે એવો ભય ન રાખવો. પરમાત્માને ભૂલીને સંસારનાં કામ સુધારવા
આના એક પ્રેરક દાંત અર્થે જુઓ પ્રકરણના અંતે પરિશિષ્ટ : “.તૈgi योगक्षेमं वहाम्यहम्।'
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org