________________
૩૦ આત્મજ્ઞાન અને સાધનાપથ શાથી? બીજાનાં સુખમાં પોતાના હાથે કંઈ બાધા ન આવે, કોઈને પીડા ન થઈ જાય, એવી કાળજીપૂર્વક જીવવું એ છે સમિતિનો પ્રાણ પ્રવચન (જિનશાસન) જીવો પરના વાત્સલ્યથી ભરપૂર છે, જીવો પ્રત્યેના વાત્સલ્યમાંથી જન્મેલું છે, અને જીવો પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર હૈયામાંથી એ ઉભવ્યું છે, માટે સર્વના સુખની–હિતની ચિંતાસ્વરૂપ સમિતિને પ્રવચનની માતા કહી. ટૂંકમાં, સમિતિપૂર્વકનું જીવન એટલે જગત સાથે પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા-બીજાના હિત-સુખ અર્થે જાતે થોડું કષ્ટ વેઠી લેવાની વૃત્તિ-પૂર્વકનો જીવનવ્યવહાર | ગુપ્તિ શું માગે છે? પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી, દેહને ત્યાંથી પાછાં વાળી એકાંત અને મૌન દ્વારા નિજમાં ઊતરવાનો સતત અભ્યાસ અર્થાત આત્મસાધના-કેન્દ્રિત જીવન – જેમાં બાહ્ય ભાવની પોષક કોઈ પ્રવૃત્તિ કે વૃત્તિને અવકાશ જ ન મળે.
અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે?
આવું વિશુદ્ધ જીવન હોય અને એની સાથે તત્ત્વદર્શનની તીવ્ર જિજ્ઞાસા હોય તો જ્ઞાન આપોઆપ પ્રગટે છે. જેનું અંત:કરણ નિર્મળ હોય તે અલ્પ શ્રુતમાંથી પણ તત્ત્વભૂત વાત ગ્રહણ કરી લે છે. શ્રવણ-વાચન ઓછું હોવા છતાં, અતિ સૂક્ષ્મ પ્રજ્ઞાના કારણે, તે ઘણું કૃત ભણનાર ધૂળમતિ વ્યક્તિઓને અપ્રાપ્ય રહેતા તત્ત્વના હાર્દ સુધી પહોંચી જાય છે; જેમ દૂરથી ફેંકાયેલો પથરો લક્ષ્યની સપાટીના ઘણા વિસ્તારને અડકે છે પણ તે બહારની બહાર જ રહે છે, જ્યારે તીક્ષણ તીર થોડીક જ સપાટીને સ્પર્શ કરતું હોવા છતાં અંદર પેસી જાય છે. સંયોગવશાત શ્રવણ કે વાચનની કોઈ તક ન મળે, પરંતુ તત્ત્વ પામવાની તીવ્ર જિજ્ઞાસા હોય અને
૧૨. વનસ્ય પ્રસૂતિતુત્વેન ર માતૃત્વમવચમ્ |
- ષોડશક ૨, શ્લોક ૮, ટીકા. ૧૩. ..તે દિ વર્વિધુતપટન્તોsfપ તિતી+રમજ્ઞતયા વ ચૂત્રप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वमवबुध्यन्त इति । तदुक्तं -
स्पृशन्ति शरवत्तीक्ष्णाः स्वल्पमन्तर्विशन्ति च । बहुस्पृशापि स्थूलेन, स्थीयते बहिरश्मवत् ॥
– ઉપદેશપદ, ગાથા ૧૯૩, ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org