________________
જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૩૧
અંત:કરણ નિર્મળ હોય તો એ વ્યક્તિને શ્રુત વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે." વિશુદ્ધ અંત:કરણમાં જ્ઞાનનો પ્રકાશ આપોઆપ થાય છે.
૧૫
જ્ઞાન બહારથી જ મળે એવું આપણા ચિત્તમાં વસી ગયું હોવાથી, કોઈ મળે ત્યારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા આપણે પૂછીએ છીએ કે ન્યાય ભણ્યા? વ્યાકરણ કર્યું? આગમો કેટલાં વાંચ્યાં? પણ એ તો જ્ઞાનપ્રાપ્તિનાં બહિરંગ સાધન છે. ઓછા કે વધુ ગ્રંથોનું અધ્યયન એ એક વસ્તુ છે અને તેમાંથી શ્રી જિનાજ્ઞા શી છે તે-અર્થાત્ સમ્યક્ સાધનામાર્ગ શો છે તે—પકડાય અને ચેતનામાં તે અંકુરિત થઈ પાંગરે તથા તેના ફળસ્વરૂપ શીલપર્યવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે. યોગનું રહસ્ય સાધનાથી ખૂલે છે; કેવળ ગ્રંથોના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારો કે જાણી શકાય તે બધું તમે જાણી લીધું, પછી પણ તમને જણાશે કે એથીય વધુ મહત્ત્વનું કાંઈક જાણવાનું તો હજી બાકી જ છે. આ રીતે વધુ જાણવાની જરૂરિયાત તમને જણાયા જ કરશે; તમે કદીય એનો છેડો નહિ પામી શકો.
શાસ્રવચનોનો અર્થ કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી. શાસ્ત્રનો મર્મ સાધનાથી મળે છે
ભાષા
૧૪. શ્રુતામાવે િમાવેસ્યા : ( શુશ્રૂષાયા: ) ગુમમાવપ્રવૃત્તિત:। फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ।।
યોગદૃષ્ટિસમુચ્ચય, શ્લોક ૫૪.
૧૫. સમો ન વિઞાનીતે, મોક્ષમાપ યથાસ્થિતમ્ । लक्षये पुनस्तस्य मोक्षमार्गे यथास्थितः ॥ यत्र तत्र स्थितस्यापि, हठादेष प्रकाशते ।
ઉપમિતિભવપ્રપંચાકથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૯૦૩-૯૦૪, આ (ન્યાય-વ્યાકરણ)ના અધ્યયન પાછળ મુમુક્ષુએ સમય અને શક્તિ કેટલાં ખરચવાં આવશ્યક ગણાય? મૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ પણ સાધન છે. ભાષા-ન્યાય-વ્યાકરણનું અધ્યયન તો એ સાધનનું પણ સાધન માત્ર છે. શાસ્રવચનોને સમજવા માટે તેનો ઉપયોગ છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષો કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધકજીવનમાં ઉપયોગી બાબતોનું–સાધનાનાં અંગોનું-જ્ઞાન મેળવવા માટે પછી અવકાશ જ ન રહે તો, એ સાધકજીવનની કેવી કરુણતા ગણાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org