________________
૪. આ પુસ્તક થકી તમે નક્કર ચિરસ્થાયી લાભ મેળવવા ઇચ્છતા હો તો એમ ન માની લેતા કે પુસ્તક એકવાર નજર તળે નીકળી જાય એ પર્યાપ્ત છે. એક વાર એનો સારી રીતે અભ્યાસ કરી લીધા પછી દર મહિને, થોડો સમય કાઢીને, પુસ્તકનું પુનરાવર્તન કરતા રહો ને દરરોજ પુસ્તક તમારા કામ કરવાના સ્થાને, તમારી નજર સમક્ષ, મૂકી રાખો; વખતોવખત એમાં નજર ફેરવતા રહો.
૫. આ પુસ્તકમાંથી પ્રાપ્ત બોધનો રોજિંદા જીવનમાં નિત્ય પ્રયોગ કરતા રહો. વાંચેલું ભૂલી ન જવાય તે માટે તેનો પ્રયોગ કરતા રહેવું એ જરૂરી છે. જાણેલું કૃતિમાં ઉતારીએ ત્યારે જ તે આપણા ચિત્તમાં સ્થિર થાય છે. અન્યથા, એકલા વાંચનથી પ્રાપ્ત જ્ઞાન ભારરૂપ થઈ પડશે અને ધીરે ધીરે તે વિસ્તૃત થઈ જશે.
૬. આ બોધના અમલના પ્રયોગમાં રહેતી તમારી સ્કૂલનાઓ પ્રત્યે તમારા મિત્રો, સ્વજનો, સાથીઓ તમારું ધ્યાન ખેંચતા રહે એવું કંઈક આયોજન કરો – તેમને એ માટે પ્રોત્સાહન-ઇનામ આપો.
* ડેલ કાર્નેગીકૃત How to Win Friends and Influence People' પૃષ્ઠ ૬૬90ના આધારે સંકલિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org