________________
३८
નહિ. એ જ રીતે શેક્સપિયરના સૉનેટને ઉતાવળે વાંચી જનાર પણ શું પામી શકે?
જે વાંચનમાંથી કશુંક પામવાનું હોય તે વાચનમાં ઉતાવળ કરવી નહિ. ઉતાવળે વાંચનાર પણ કાંઈ ને કાંઈ તો પામી શકે છે, પરંતુ લિન યુટાંગની વાત આના સંદર્ભમાં યાદ રાખવા જેવી છે : તમે ઝડપથી ચા તૈયાર કરી શકો છો, પણ તે ધીમે ધીમે તૈયાર કરવી બહેતર છે. વાંચનનું પણ એવું છે.
માનવસંબંધોમાં ક્રાન્તિ લાવનાર વિશ્વવિખ્યાત પુસ્તક : ‘How to Win Friends and Influence People’ના લેખક ડેલ કાર્નેગીએ એ પુસ્તકનો પૂરેપૂરો લાભ મેળવવા તેનું વાંચન કઈ રીતે કરવું જોઈએ તે માટેનાં બહુમૂલાં સૂચનો એ પુસ્તકમાં આપ્યાં છે, તે આ પુસ્તકના વાચકોને પણ એટલાં જ ઉપયોગી નીવડે તેવાં છે. સંક્ષેપમાં આ રહ્યાં એ સૂચનો :
૧. વાચકમાં ઊંડી અદમ્ય જિજ્ઞાસા અને જાતસુધારણા માટેની તીવ્ર અભીપ્સા હોવી એ, વાંચન વિશેષ ફળદાયી નીવડે તે માટેની સૌથી પહેલી અને મહત્ત્વની શરત છે.
૨. પુસ્તકનું પ્રથમ પ્રકરણ તમે આતુરતાભેર ઝડપથી વાંચી જશો અને, સંભવત: એ પછી તરત બીજું પ્રકરણ વાંચી લેવાની આતુર ઇચ્છા તમને રહેશે. પણ તેમ ન કરશો – સિવાય કે તમે માત્ર મનોરંજન માટે વાંચતા હો. જો આ વાંચનથી તમે કંઈક પામવા ઇચ્છતા હો તો, વંચાઈ ગયેલાં એ પાનાં પાછાં ફેરવો અને, બીજું પ્રકરણ વાંચતાં પૂર્વે, પહેલું પ્રકરણ ફરીથી ખૂબ જ મનનપૂર્વક વાંચી જાઓ. એ જ રીતે દરેક પ્રકરણ બે વાર મનનપૂર્વક વાંચો. વાચન દરમ્યાન વચ્ચે વચ્ચે અટકીને, તમે જે વાંચી રહ્યા છો તેનો ઉપયોગ તમે જીવનમાં ક્યાં, ક્યારે અને કેવી રીતે કરી શકો તે વિચારતા રહો.
૩. વાંચતી વખતે તમારા હાથમાં લાલ પેન્સિલ કે પેન રાખો; અને તમને જેનાથી કંઈ વિશેષ પ્રકાશ અને પ્રેરણા મળતાં હોય એ સૂચનો વાક્યો નીચે લીટી દોરો, નિશાની કરો. એથી પુસ્તક વધુ રસપ્રદ બનશે અને તેને ફરીથી જોઈ જવું ઝડપી અને સુગમ બનશે.
‘સંદેશ’ (૧૪ સપ્ટેમ્બર ૧૯૮૦)માંથી સાભાર ઉદ્ધૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org