________________
૩૨૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
ભાવના-જ્ઞાન કેવળ શ્રવણ, વાચન કે તર્કના બળે જ નહિ, પણ જાત અનુભવના આધારે અંતરમાં સ્ફૂરતું જ્ઞાન-પ્રજ્ઞા.
ભેદ રત્નત્રયી-જુઓ પ્રકરણ બીજા અંતર્ગત પેટા મથાળું : ‘નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી'
ભોગ-ઉપભોગ-ભોજન વગેરે–જેનો એકવાર ભોગવટો થઈ શકે તે ભોગ, અને વસ્ત્ર, મકાન, વાહનાદિ કે જેનો વારંવાર ભોગવટો થઈ શકે તે ઉપભોગ.
મતિજ્ઞાન-આંખ, કાન, નાક, જિહ્વા કે ત્વચા-આ પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન.
મનોગુપ્તિ-ચિત્તને આર્ત્ત-રૌદ્ર સંકલ્પ-વિકલ્પથી મુક્ત, સમભાવથી યુક્ત અને આત્મભાવમાં સ્થિર કરવાનો અભ્યાસ; જુઓ પ્રકરણ બીજું ‘જ્ઞાનની કસોટી: મનોગુપ્તિ' શીર્ષક વિવેચન (પૃષ્ઠ ૧૯-૨૩).
મન:પર્યવ જ્ઞાન :
બીજાના મનને જાણી લેતી-વિચારો વાંચી લેતી-અતીન્દ્રિય જ્ઞાનશક્તિ. મિથ્યાદુષ્કૃત-ક્ષમાયાચના.
મુહપત્તિ-જૈન મુનિઓ બોલતી વખતે મુખ આડે વસ્તુનો નાનો ટુકડો રાખે છે તે. મોહ--આત્મસ્વરૂપનું ભાન થવા ન દેનાર કે આત્મજાગૃતિને આવરી દેતી
અજ્ઞાનાત્મક વૃત્તિ: અવિદ્યા.
યમ-આઠ યોગાંગમાંનું પ્રથમ અંગ; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાધના જેમાં સમાવિષ્ટ છે. સફળ યોગસાધનાનો પાયો યમનિયમ છે.
યોગદષ્ટિ-૧. આત્મવિકાસની તરતમતા દર્શાવતી આઠ યોગભૂમિકાઓમાંની કોઈ એક ભૂમિકા; ૨. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘યોગદષ્ટિ સમુચ્ચય' નામનો ગ્રંથ.
આત્મવિકાસની ભૂમિકાઓ માટે જૈન પરિભાષામાં સામાન્યત: ‘ગુણસ્થાન’ કે ‘ગુણસ્થાનક’ (ગુજરાતી-‘ગુણઠાણું”) શબ્દ પ્રચલિત છે. આત્મવિકાસનો સમગ્ર પથ ચૌદ ગુણસ્થાનમાં આવરી લેવાયો છે. આત્મવિકાસની એ યાત્રાને આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આઠ વિભાગોમાં વહેંચી નાખી ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં એને નવી પરિભાષા આપી છે. એમણે આત્મવિકાસની એ આઠ ભૂમિકાઓને આઠ ‘યોગદૃષ્ટિઓ’ તરીકે ઓળખાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org