________________
શબ્દકોશ ૩૨૧
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વેના આત્મવિકાસની રમતા ‘ગુણસ્થાન'ની શૈલી કરતાં ‘યોગદષ્ટિ'ની શૈલી વધુ સ્કૂટપણે દર્શાવે છે. રત્નત્રયી-જ્ઞાન, દર્શન અને ચારિત્ર- આ ત્રણ રત્નો, અર્થાત્ શ્રદ્ધા, જ્ઞાન અને
આચરણરૂપ મોક્ષમાર્ગ. લિંગ-વ્યક્તિ કયા ધર્મ-મત-પંથની અનુયાયી છે તેનો સંકેત આપતા તે તે ધર્મ
મતમાં પ્રચલિત ક્રિયાકાંડ, વેશભૂષા, તિલક, માળા વગેરે ચિહ્નો.
દ્રવ્ય – વેશભૂષા આદિ બાહ્ય ઓળખ; ભાવ૮ – આંતરિક ગુણ-સંપત્તિ. વિભાવ દશા–રાગ-દ્રષ-મોહ/અવિઘાથી અભિભૂત આત્માની અવસ્થા–જેમાં
આત્માના શુદ્ધ જ્ઞાન અને નિરુપાધિક આનંદ ઓછા-વત્તા અંશે વિકૃત અને
મલિન બની ગયાં હોય તે. વિરતિ-સંયમ, ત્યાગ. જુઓ “દેશવિરતિ', ‘સર્વવિરતિ.” વિષય-ઇન્દ્રિયોના ભોગ; સારાં-નરસાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. વ્યવહાર રત્નત્રયી–જુઓ પ્રકરણ બીજું, ‘નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી શુક્લધ્યાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે અને નિર્વાણ સમયે રહેતું અતિ વિશુદ્ધ ધ્યાન. શ્રદ્ધાન- શ્રદ્ધા. શ્રુતજ્ઞાન-શાસ્ત્ર, ગુરુ કે કોઈનાં વચનો દ્વારા થતું જ્ઞાન. વ દ્રવ્ય– જેની ઉત્પત્તિ કે નાશ નથી પણ સદા અસ્તિત્વ છે તે દ્રવ્ય. જૈન
દર્શન અનુસાર વિશ્વના મૂળ ઘટક (element) છ દ્રવ્યો છે : આત્મા, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
અહીં “ધર્મ'નો અર્થ છે જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરતું એક અદશ્ય દ્રવ્ય. ‘અધર્મ'નો અર્થ છે જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાય કરતું એક અદશ્ય દ્રવ્ય.
આ દ્રવ્યોના સંયોજનથી સૃષ્ટિનો ક્રમ ચાલતો રહે છે. મૂળ દ્રવ્ય સદા કાયમ રહે છે. તે ઉત્પત્તિ કે નાશથી પર છે, પણ ક્ષણે ક્ષણે તેમાં વિવિધ પરિવર્તન થયા કરે છે. દ્રવ્યની પલટાતી એ ક્ષણિક અવસ્થાઓને પર્યાય કહે છે. પ્રતિક્ષણ જૂના પર્યાય નાશ પામતા રહે છે અને નવા
ઉત્પન્ન થતા રહે છે. સમક્તિ દષ્ટિ-સમદૃષ્ટિ, સમ્યગદર્શન પામેલી વ્યક્તિ. સમાપત્તિ-ધ્યાતાને થતો એય સાથે ઐક્યનો અનુભવ. સમિતિ-ગુપ્તિ-મુનિના સમગ્ર જીવનવ્યવહારને આવરી લેતા આઠ વ્યાપક
નિયમો : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ગુપ્તિ-મન, વાણી અને કાયાને પરમાં પ્રવૃત્ત થવા ન દેતાં, નિજમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org