________________
૪૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ
એમણે આ વિષયમાં સંશોધન કરીને એક ગ્રંથ લખ્યો છે, જેનું નામ છે : ‘Cosmic Consciousness’–‘વિશ્વચેતના”. પોતાને થયેલ ઉપર્યુક્ત અનુભવ અંગે તેઓ એ ગ્રંથમાં વિશેષમાં નોંધે છે કે –
.. ...તેનો એ દાવો છે કે આ અનુભવ પૂર્વે મહિનાઓના કે વર્ષોના અભ્યાસ દ્વારા જેટલું જ્ઞાન તેને મળ્યું હશે, તેના કરતાં વધુ જ્ઞાન તેને આ અનુભવ વખતની થોડી સેકંડોમાં લાધ્યું – કેટલુંક એવું જ્ઞાન, જે ગમે તેટલા અભ્યાસ દ્વારા પ્રાપ્ત ન થાત. એ પ્રચંડ જ્ઞાનપ્રકાશ થોડી ક્ષણો . જ રહ્યો, પણ તેની અસર સ્થાયી નીવડી. એ ક્ષણે એણે જે જોયું અને જાણું તેને એ કદી ભૂલી શકે તેમ નથી; તેમ જ તે વખતે તેના ચિત્ત સમક્ષ જે રજૂ થયું તેમાં એણે કદી શંકા ઉઠાવી નથી – ઉઠાવી શકે પણ
નહીં.”૧૨
બનારસ હિન્દુ યુનિવર્સિટીના, ભૌતિક વિજ્ઞાનના, નિવૃત્ત પ્રોફેસર યુ. એ. અસરાનીએ પોતાનો અનુભવ, તેમના ગ્રન્થ ‘યોગ અનઇલ્ડમાં ટાંક્યો છે. મને મોકલેલી તેની સંક્ષિપ્ત નોંધમાં તેમણે જણાવ્યું છે કે –
૧૯૪૩માં હું રાજકીય અટકાયત હેઠળ હતો. ત્યારે એક સાંજે ઘેરથી અત્યંત ઉગજનક સમાચાર મને મળ્યા. સુખી સંસારની બધી સંભાવનાઓનો જાણે અચાનક એકી ધડાકે સદાને માટે અંત આવી ગયાનો સંકેત એમાં હતો; અને જેલના સળિયાની પાછળ રહીને હું એ કઠોર પ્રારબ્ધને બદલવા કશું જ કરી શકું તેમ તો હતું જ નહીં. હું ઘણો જ ખિન્ન થઈ ગયો. પરંતુ એ ઉદ્વિગ્નતામાંથી બીજી સવારે એક નવું જ‘પડશે તેવા દેવાશે’–નું વલણ જગ્યું. એક નવી જ મન:સ્થિતિ – મુક્ત, નિ:સ્વાર્થ, સ્વસ્થ, બધી જ ઇચ્છાઆકાંક્ષા અને આસક્તિઓથી પર. બે દિવસ અને રાત આ સ્થિતિ રહી. પછી ધીરે ધીરે તે લુપ્ત થઈ.
મનની એ અત્યંત વિસ્મયકારક અવસ્થા હતી. ન કોઈ સ્પૃહા કે
૧૨. Dr. Richard Maurice Bucke, M. D, ‘Cosmic Conscious
ness', p. 10 (E. P. Dutton & Co., New York). ૧૩. U. A. Asrani, ‘Yoga Unveiled', (Motilal Banarsidass.
Delhi-7).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org