SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ : જીવન્મુક્તિનો અણોદય ૪૫ અહીં ટાંકું છું. અહીં એ ઉલ્લેખનીય છે કે આ અનુભવો છેલ્લાં સો વર્ષમાં આપણી વચ્ચે વસતી વ્યક્તિઓના છે. – અનુભવનું ધ્યાન, અનુભવીઓના પોતાના જ શબ્દોમાં યોગીઓના અનુભવ-કથનમાં બુદ્ધિવાદી માનસને કદાચ માત્ર અતિશયોક્તિ કે ઊમિલતાનો આવેગ જ દેખાય; માટે પ્રથમ એક બુદ્ધિજીવી–અમેરિકન દાક્તર–નો અનુભવ, તેના પોતાના જ શબ્દોમાં, આપણે જોઈએ. ‘અમેરિકન મેડિકો-સાઇકોલૉજિક ઍસોસિયેશન'ના તેમ જ ‘બ્રિટિશ મેડિકલ ઍસોસિયેશન'ના સાઇકોલૉજિકલ વિભાગના પ્રમુખપદે રહી ચૂકેલા ડૉ. રિચર્ડ મોરિસ બક (Dr. Richard Maurice Bucke) એમ. ડી. પોતાનો અનુભવ જણાવતાં લખે છે કે – “એકાએક, કશી ચેતવણી વિના, અગ્નિના ભડકા જેવા રંગના વાદળથી તેણે પોતાની જાતને જાણે વીંટળાયેલી જોઈ. એક ક્ષણ પૂરતો એના મનમાં વિચાર ઝબકી ગયો આગનો – મોટા શહેરમાં અચાનક પ્રગટેલ કોઈ દાવાનળનો. બીજી જ ક્ષણે તેને જણાવ્યું કે પ્રકાશ તેની અંદર જ હતો. એ પછી તરત જ તે પરમાનંદમાં ડૂબી ગયો – અમર્યાદ આનંદ. એની સાથે જ કે એની પાછળ પાછળ જે બૌદ્ધિક જ્ઞાનપ્રકાશ રેલાયો એને વાણીમાં શી રીતે લાવવો? એનું વર્ણન કરવું અશક્ય છે. તેના મગજમાં બ્રાહ્મી-ઐશ્વર્યનો એક વિઘત-લિસોટો પસાર થઈ ગયો, જેનો પ્રકાશ એ પછી સદા એના જીવનને અજવાળતો રહ્યો. એના હદય પર બ્રહ્મામૃતનું એક બિંદુ પડયું કે જે મુક્તિસુખનો આસ્વાદ સદાને માટે મૂકતું ગયું.” આ અનુભવ પછી ડૉ. બક આવા અનુભવથી સારી રીતે પરિચિત એવી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા, જેની સાથેની વાતચીતે, તેમણે પોતે જે અનુભવ્યું હતું તેના રહસ્ય ઉપર અત્યંત વિશદ પ્રકાશ પાથર્યો. એ પછી * આ નોંધમાં ડૉ. બકે પોતે જ પોતાનો ઉલ્લેખ ત્રીજા પુરુષના સર્વનામથી કર્યો છે. વ્યક્તિત્વની ભાવનાથી તે વખતે તેઓ કેટલા બધા પર થઈ ગયા હશે એનો સંકેત આમાંથી મળી રહે છે. 11. Proceedings and Transactions of the Royal Society of Canada, Series II, Vol. 12, pp. 159-196. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy