________________
૪૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
મન અને વાણીની પહોંચથી પર એવા આ અપરોક્ષાનુભવને પૂર્ણપણે સમજવા માટે તેનો જાતઅનુભવ જ મેળવવો રહ્યો; શબ્દો તો માત્ર એનો ઈશારો જ કરી શકે. જેણે આ દશા અનુભવી છે, તે બધા જ એમ કહે છે કે પોતે જે અનુભવ્યું તેને પાણીમાં વ્યક્ત કરવા પોતે અસમર્થ છે. છતાં આંગળીથી ઝાડની ડાળી ચીંધીને બીજનો ચંદ્ર બતાવાય છે તેમ, શબ્દનો ઇશારો કરીને આત્માનુભવ તરફ શ્રોતાઓની દષ્ટિ લઈ જવાનો પ્રયાસ થતો રહ્યો છે.
બહુધા એવા ઇશારા સૂત્રાત્મક શૈલીએ પદ્યમાં કાવ્યમાં થયેલા છે. વાણીથી પર એવી અનુભૂતિઓને ગણિતનાં સમીકરણો કે ભૌતિક વિજ્ઞાનના નિયમોની જેમ સ્પષ્ટ શબ્દોના ચોકઠામાં પૂરી શકાતી નથી; કાવ્યનું પ્રવાહી માધ્યમ આધ્યાત્મિક અનુભૂતિની અભિવ્યક્તિ માટે વધુ માફક આવે છે. આથી સાધકો અને અનુભવીઓએ ભજનોમાં, પદોમાં કે અન્ય કાવ્યપ્રકારોમાં પોતાની અનુભૂતિના સંકેતો વેરવાનું પસંદ કર્યું છે. કેટલાક મહાન કવિઓએ પણ પોતાની ઉત્તમ કાવ્યકૃતિઓમાં આ અનુભૂતિના અણસારા છૂટે હાથે વેર્યા છે. કિંતુ, કાવ્યમય વાણીમાં અક્ષરાંકિત થયેલ એ ત્રુટક સંકેતોમાંથી અનુભવની મૂળ કાયાનું સુરેખ ચિત્ર ઉપસાવવું મુશ્કેલ બની રહે છે. આથી, એ પદ્ય ઇશારાઓમાંથી સામાન્ય માનવી અનુભવ વખતની સાધકની આંતરિક સ્થિતિનો સ્પષ્ટ બોધ પ્રાપ્ત કરી શકતો નથી. અનુભવ શું છે એની કંઈક સ્પષ્ટ કલ્પના વાચકને આવી શકે તે માટે, અનુભવ મેળવનાર બે-ત્રણ મહાનુભાવોના ગદ્ય ઉદ્ગારો
૧૦. (i) ...બનાવિજ્ઞાન દ્વિગુરમવું, શુદ્ધાત્મપરિમ,
परमार्थतोऽनाख्येयमनुभवगम्यमेव सम्यक्त्वम्।
– ધર્મસંગ્રહ, ભાગ ૧, ગાથા ૨૨-ટીકા, (પત્રાંક ૩૯). (ii) सम्यक्त्वं वस्तुतः सूक्ष्ममस्ति वाचामगोचरम्। तस्मात् वक्तुं च श्रोतुं च, नाधिकारी विधिक्रमात्॥
– પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૪00. (iii) When I try to tell the best I find, I cannot;
My tongue is ineffectual on its pivots,
My breath will not be obedient to its organs, - I become a dumb man.
– Walt Whitman, Leaves of the grass'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org