________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય/૪૭
આતુરતા, ન કોઈ ચિંતા કે અહંવૃત્તિ, ન મારા પોતાના અંગે કે અન્ય કોઈ અંગે કશો વિચાર. જીવનના પ્રસંગો આંખ સામે આવતા હતા, પણ કાચની પ્લેટ ઉપરથી સરકી જતા શુદ્ધ પારાની જેમ, ચિત્તને ક્યાંય અડયા-આભડયા વિના, તે પસાર થઈ જતા હતા. જીવનનું સમગ્ર વહેણ શરદઋતુના શાંત ઝરણાના વિક્ષેપવિહીન પ્રવાહ જેવું ભાસવા લાગ્યું. બાહ્ય દેખાવો બદલાતા, ઘટનાઓ એક પછી એક બન્યે જતી, અને પ્રવૃત્તિ કશા રઘવાટ કે ચિંતા વિના, સંપૂર્ણ સ્વસ્થતા અને આત્મવિશ્વાસપૂર્વક ચાલતી રહી. રઘવાટ અને ચિંતા જન્મે છે અજાગૃત મનમાં રહેલ ભયમાંથી; જ્યારે આ અવસ્થામાં ભયનું તો નામનિશાન નહોતું રહ્યું. મૃત્યુનો ભય પણ નહોતો રહ્યો. જીવવાનીયે કામના નહોતી. કોઈ વસ્તુની કામના ત્યારે જ જાગે છે કે તે વસ્તુનો અભાવ આપણને ખૂંચતો હોય, કે તે વસ્તુ ખોવાઈ જવાની ધાસ્તી આપણા મનમાં પેઠી હોય. એ અવસ્થામાં તો ભય કે અભાવની કોઈ જ લાગણી રહી નહોતી. મન ખેલાડીના જેવા આનંદ, પ્રસન્નતા અને ઉમંગથી સદા સભર રહેતું, અને જીવનની ક્ષણે ક્ષણની ઘટનાઓનું વ્યવહારુ મૂલ્યાંકન કરતું. એ અવસ્થામાં મારામાં બાળકના જેવી નિર્દોષતા અને ઉમંગ વરતાતાં હતાં...
“આસક્તિ અને વળગણનો તદ્દન અભાવ આ અવસ્થાનું આગવું લક્ષણ હતું. સમિષ્ટ સાથે ઔદાર્યપૂર્ણ તાદાત્મ્ય અનુભવાતું હતું.
“અધ્યાત્મપથ ઉપર પાંત્રીસ વર્ષના પ્રયાસો પછી, મેં પહેલી જ વાર અનુભવ્યું કે ચિત્ત, શિથિલીકરણ, ધ્યાન કે સમાધિ માટેના કોઈ સભાન પ્રયત્ન વિના, સ્વયં, થોડી પળો માટે સાવ શાંત નિર્વિચાર થઈ શકે છે... મને લાગ્યું કે ભગવદ્ગીતા-નિર્દિષ્ટ, આધ્યાત્મિક પ્રાપ્તિની પરાકાષ્ઠારૂપ, સ્થિતપ્રજ્ઞ અવસ્થા (અધ્યાય ૨, ૫૪-૭૨) મારી સામે પ્રત્યક્ષ થઈ હતી. પાંત્રીસ વર્ષના વેદાંતના અધ્યયન સાથે ખરા દિલના ધ્યાનાભ્યાસ મુખ્યત: જ્ઞાનયોગ મુજબના ધ્યાનાભ્યાસ અને કંઈક અંશે અન્ય યોગપતિઓના અનુસરણ, જેમાં ૐકારના જાપનો પણ સમાવેશ થતો હતો — ના પરિપાકરૂપે આ અનુભવ મને લાધ્યો હતો.”
દક્ષિણ ભારતના વિશ્વવિખ્યાત સંત શ્રી રમણ મહર્ષિને, આ જીવનના કોઈ પ્રયત્ન કે કોઈ સાધના વિના, અચાનક જ, આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org