________________
૪૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ
હતી. હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં તેઓ ભણતા હતા તે સમયે, માત્ર સત્તર વર્ષની વયે, એક દિવસ અચાનક એમને એ અસાધારણ અનુભૂતિ થઈ. શરીર પૂર્ણ સ્વસ્થ હોવા છતાં, એક દિવસ ઓચિંતા મૃત્યુના ભયે એમને ઘેરી લીધા. દેખીતા કોઈ નિમિત્ત વિના એમને એવી પ્રતીતિ થઈ કે જાણે મૃત્યુએ પોતાનો પંજો એમના તરફ ફેલાવ્યો છે. શરીરને શબની જેમ નિશ્રેષ્ઠ રાખી એ સૂઈ ગયા – જાણે શરીર નિપ્રાણ થઈ ગયું છે એવો એમણે અભિનય કર્યો. કિંતુ શરીરની સ્થિતિ શબ જેવી હોવા છતાં ભીતરમાં ‘હું'નું ભાન તો પૂર્વવત્ ચાલુ રહ્યું, એથી એમણે મનોમન પ્રશ્ન કર્યો કે, “હું કોણ? ને પડદો પડી ગયો. એ વખતની પોતાની અનુભૂતિનું વર્ણન તેમણે સ્વમુખે આ પ્રમાણે કર્યું છે –
મદુરાથી સદાને માટે રવાના થતાં પહેલાં લગભગ છ અઠવાડિયાં પૂર્વે મારા જીવનમાં આ મહાન પરિવર્તન આવ્યું. મારા કાકાના મકાનના પહેલા માળ પર ઓરડામાં હું એકલો બેઠો હતો. મને કોઈ વખત કોઈ બીમારી આવેલી નહિ, અને તે દિવસે પણ મારું સ્વાએ બિલકુલ સારું હતું. પરંતુ એકાએક મૃત્યુના ભીષણ ભયે મને ઘેરી લીધો. ... ...મૃત્યુના ભયના આઘાતના કારણે હું અંતર્મુખ થયો અને મારા મનમાં અનાયાસ વિચાર ઊભરાવા લાગ્યા : હવે મૃત્યુ આવી પહોંચ્યું છે; એનો અર્થ શો ? મૃત્યુ કોનું? આ શરીર હવે નહિ રહે. અને હું અનાયાસ મૃત્યુનો જાણે અભિનય કરવા માંડ્યો. મારાં અંગોને સ્થિર રાખીને મેં ભોંય પર લંબાવ્યું, શ્વાસ રોકી દીધો અને હોઠોને કસીને બંધ કરી દીધા. શબનું મેં આબેહૂબ અનુકરણ કર્યું, જેથી આ ખોજના અંતસ્તલ સુધી હું પહોંચી શકું. પછી મેં મારી જાતને કહેવા માંડયું : આ શરીર મડદું છે, લોકો એને ઉપાડીને સ્મશાનઘાટ લઈ જશે અને ફેંકી દેશે, ત્યારે એ રાખ થઈ જશે. પરંતુ શું આ શરીરના મૃત્યુથી મારું મૃત્યુ થઈ જશે? શું હું શરીર છું? મારું શરીર મૌન અને જડ પડયું છે, પણ હું મારું વ્યક્તિત્વ પૂર્ણપણે અનુભવી રહ્યો છું અને મારી અંદર ઊઠતા હું'ના ફુરણને પણ ‘સાંભળી રહ્યો છું. માટે હું શરીરથી પર આત્મા છું. શરીરનું મૃત્યુ થઈ જાય છે, પણ આત્માને મૃત્યુ સ્પર્શી પણ નથી શકતું; અર્થાત્ “હું અમર આત્મા છું. આ કંઈ શુષ્ક વિચારધારા નહોતી, જીવંત સત્યની જેમ અત્યંત સ્પષ્ટતાપૂર્વક આ ત મારા ચિત્તમાં વીજળીની જેમ ઝબકી ગયું; કશા વિચાર વિના મને સત્યનું પ્રત્યક્ષ દર્શન થઈ ગયું. “' જ વાસ્તવિક સત્તા હતી. અને શરીરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org