________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૪૯
સંબદ્ધ સઘળી હલચલ આ ‘હું’ પર જ કેન્દ્રિત હતી. મૃત્યુનો ભય સદાને માટે નષ્ટ થઈ ચૂકયો હતો. સ્વરમણતા એ પછી આજપર્યંત અવિચ્છિન્નપણે ચાલુ રહી છે.
આ નવી ચેતનાનું પરિણામ મારા જીવનમાં દેખાવા લાગ્યું. સર્વપ્રથમ મિત્રો અને સંબંધીઓમાં રસ લેવાનું મેં બંધ કરી દીધું. હું મારું અધ્યયન યાંત્રિક રીતે કરવા લાગ્યો; મારા સંબંધીઓને સંતોષ આપવા હું ચોપડી ઉઘાડી બેસી જતો, પરંતુ વસ્તુસ્થિતિ એ હતી કે મારું મન પુસ્તકમાં બિલકુલ લાગતું નહોતું. લોકો સાથેના વ્યવહારમાં હું અત્યંત વિનમ્ર અને શાંત બની ગયો. પહેલાં મને બીજા છોકરાઓની અપેક્ષાએ વધુ કામ આપવામાં આવતું તો હું એની ફરિયાદ કર્યા કરતો અને કોઈ છોકરો મને પજવતો તો હું એનો બદલો લેતો. કોઈ છોકરો મારી સાથે ઉચ્છ્વખલ વર્તાવ કરવાની કે મારું ટીખળ કરવાની હિંમત કરતો નહિ. હવે બધું બદલાઈ ચૂકયું હતું. મને જે કંઈ કામ સોંપવામાં આવતું, હું તે ખુશીથી કરતો. મને ગમે તેટલો પજવવામાં આવે, હું તે શાંતિથી સહન કરતો. વિક્ષોભ અને બદલો લેવાની વૃત્તિવાળા મારા અહંનો લોપ થઈ ચૂકયો હતો. મિત્રોની સાથે બહાર રમવા જવાનું મેં બંધ કરી દીધું અને એકાંત પસંદ કરવા લાગ્યો. હું ઘણે ભાગે ધ્યાનાવસ્થામાં એકલો બેસી જતો અને આત્મામાં લીન થઈ જતો. મારો મોટો ભાઈ મારી ઠેકડી ઉડાવ્યા કરતો અને વ્યંગમાં મને ‘સાધુ’ કે ‘યોગી’ કહીને બોલાવતો અને પ્રાચીન ઋષિઓની પેઠે જંગલમાં જવાની મને સલાહ આપ્યા કરતો.
66
...
“મારામાં બીજું એક પરિવર્તન એ આવ્યું કે ભોજનની બાબતમાં મને કોઈ રુચિ-અરુચિ ન રહી. મને જે કાંઈ પીરસવામાં આવતું — સ્વાદિષ્ટ
* આ ઘટના બન્યા પછી દોઢ-બે મહિને ઘરનો ત્યાગ કરીને તેઓ અરુણાચલ ગયા. ત્યાં, ધ્યાનમાં બહારની કોઈ ડખલ ન રહે એ માટે એકાંત સ્થાન શોધતાં, મંદિરનું એક ભોંયરું તેમની નજરે ચઢયું, તેમાં તેઓ ધ્યાનમાં બેસી ગયા. એ અવાવરુ ભોંયરામાં જીવજંતુઓએ એમની સાથળો ફોલી ખાધી; તેના ઘામાંથી નીકળતા લોહી અને પરુથી જમીન ભીની થઈ ગઈ; તે છતાં એની જાણ એમને ન થઈ!
તેઓ એ સમયે દેહભાવથી પર થઈ સ્વમાં કેટલા લીન રહેતા તેનો કંઈક ખ્યાલ વાચક આમાંથી મેળવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org