________________
૫૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
કે અસ્વાદિષ્ટ, સારું કે નરસું – હું તેને ઉદાસીન ભાવે ગળી જતો.
એક વધુ પરિવર્તન મારામાં એ થયું કે મીનાક્ષીના મંદિર પ્રત્યે મારી ધારણા બદલાઈ ગઈ. પહેલાં હું મંદિરમાં કોઈ કોઈ વાર મિત્રોની સાથે મૂર્તિઓનાં દર્શન કરવા તથા માથા પર પવિત્ર વિભૂતિ અને સિંદૂર લગાવવાને માટે જતો અને કંઈ પણ આધ્યાત્મિક પ્રભાવ વિના હું ઘેર પાછો ફરતો. પરંતુ જાગરણ પછી હું પ્રાય: દરરોજ સાંજે ત્યાં જવા લાગ્યો. હું મંદિરમાં એકલો જતો અને શિવ, મીનાક્ષી કે નટરાજ અને ત્રેસઠ સંતોની મૂર્તિઓની સમક્ષ અવિચલ ભાવે ઊભો રહી જતો. મારા દયસાગરમાં ભાવનાની લહેરો ઊઠવા લાગતી... ...પ્રાય: હું કશી પ્રાર્થના ન કરતો, પણ નિજના અતલ ઊંડાણમાં વિદ્યમાન અમૃતપ્રવાહને અનંત સત્તા તરફ પ્રવાહિત થવા દેતો. મારાં નયનોમાંથી આંસુઓની અજગ્ન ધારા વહેતી અને મારા આત્માને એમાં તરબોળ કરી દેતી.
..આ અનુભવ મને થયો એ પહેલાં ભવભ્રમણથી મુક્ત થવાની કે મોક્ષની પ્રાપ્તિ કરવાની કે વાસનાશૂન્ય થવાની કોઈ ઝંખના મારામાં નહોતી ઊઠી. ...મેં બ્રહ્મ, સંસાર કે એવાં કોઈ અન્ય તત્ત્વો વિશે કદી કશું સાંભળ્યું નહોતું. બાદમાં તિરુવન્નામલઈમાં મેં રીલ્ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો વાંચ્યા ત્યારે મને ખબર પડી કે ધાર્મિક ગ્રંથોમાં તે અવસ્થાનું વિશ્લેષણ અને નામોલ્લેખ છે જેનો હું કશા પણ વિશ્લેષણ કે નામોલ્લેખ વિના મારામાં ફરણરૂપે અનુભવ કરી રહ્યો હતો.” **
શ્રી રમણ મહર્ષિના અનુભવની એક વિલક્ષણતા એ હતી કે એમનો અનુભવ ક્ષણિક નહોતો. સામાન્ય રીતે આવી અનુભૂતિ મળે છે ત્યારે સાધક પરમાનંદ અનુભવે છે, પણ એ આનંદ તે ક્ષણ પૂરતો જ હોય છે; એ ક્ષણો બાદ તે પુન: સામાન્ય માનવીની જેમ સંસારનાં દ્વન્દ્રોમાં પટકાય છે; જયારે શ્રી રમણ મહર્ષિએ જણાવ્યું છે કે આ અનુભવ પછી આત્મા સાથેનું અનુસંધાન પોતાને નિરંતર રહેવા લાગ્યું હતું.
98. Arthur Osborne, Raman Maharshi and the Path of Self
knowledge', pp. 18-24, (Rider & Co. London). हिन्दी अनुवाद : वेदराज वेदालंकार, 'रमण महर्षि एवं आत्मज्ञान का મ', પૃષ્ઠ ૬ – ૨૨ (શિવજી વીર પૂની, ગીર-૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org