________________
“જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૬૩
આત્માઓ સમક્ષ પ્રત્યક્ષ થાય છે. પદાર્થનો પિંડ, ઘનતા, વજન અને જગતની સત્યતા સમાપ્ત થઈ જાય છે. પ્રબુદ્ધ વ્યક્તિ જગતને આટલું જ કહી શકશે કે તમે જે વિશ્વ જોઈ રહ્યા છો તે માત્ર સ્વપ્ન જ છે.... તમારી ચેતનાનો એક આવિષ્કાર જ માત્ર છે.” આ શબ્દો છે કુંડલિનીયોગના વર્તમાનના પ્રમુખ સમર્થક અને સંશોધક પંડિત ગોપીકૃષગના. પોતાની દીર્ઘ સાધના-યાત્રાના અહેવાલરૂપે લખેલી “Kundalini–the Evolutionary Energy in Man”' નામની રોમાંચક આત્મકથામાં તેઓ નોંધે છે કે,
“આ અનુભવ આશ્ચર્યજનક, ભવ્ય, અસામાન્ય અને અનુપમ હતો – આ વિશ્વમાં જે કંઈ છે તેનાથી પર હતો....મારું શરીર, હું બેઠો હતો તે ખુરશી, મારી સામેનું ટેબલ, ભીંતો વચ્ચેનો રૂમ, બહારની હરિયાળી જમીન, એનાથી ય આગળની ખુલ્લી જગા, ધરતી અને આકાશ એ બધાય મને આ સાચા, વેધક અને સર્વવ્યાપક જીવનમાં માત્ર પડછાયા જેવા લાગવા માંડ્યા. મારાથી બની શકે એવું સારામાં સારું વર્ણન કરીને કહું તો વિશ્વ મને અસીમ, તમામ દિશાઓમાં અનંત સુધી વ્યાપેલું છતાં આણથી પણ સૂક્ષ્મ જણાવા લાગ્યું. ......માયામય જગત સતત ગતિશીલ, સતત પરિવર્તનશીલ, સતત ક્ષણભંગુર – જીવનના ઉછળતા સાગર પર ઝડપથી ઓગળી જતા અત્યંત પાતળા ફીણના પડ જેવું, ચેતનના વિરાટ સૂર્ય આગળ અત્યંત સૂક્ષ્મ વરાળના પડદા જેવું જણાતું હતું. ... એક અણુ અગાધ સાગરને શોષી લેતું હોય, ત્રિપાર્શ્વ વિરાટ વિશ્વને રેતીનો કણ ગળી જતો હોય, સમગ્ર સૃષ્ટિ, જ્ઞાતા અને જ્ઞાન, દ્રષ્ટા અને દેશ્ય અવર્ણનીય, અમાપ, શૂન્યમાં સમાઈ જતાં હોય એવી, મનની કલ્પનાથી પર તથા વાણીથી પર, પરાવસ્થાનો આ અનુભવ હતો.” અનુભવ એકસરખો તો, મત-પંથ જુદા કેમ?
પંડિતજીએ જેના માટે આ શબ્દો ઉચ્ચાર્યા છે : “..an endless inexpressible wonder that can only be experienced and not described” – એવા એ વાણીથી પર અનુભવની અભિવ્યક્તિ શબ્દોમાં શક્ય નથી. છતાં અનુભવીઓ પોતાના સાથીઓ અને સમકાલીનો ૪. ગુજરાતી અનુવાદ : કુંડલિની', અનુવાદક : શ્રી શાન્તિકુમાર ભટ્ટ, પ્રકાશક :
તારાપોરવાલા, ૨૧૦, દાદાભાઈ નવરોજી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org